Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

યુ.કે.માં વીઝા પોલીસી વિરૂધ્‍ધ ભારત સહિતના દેશોના હાઇ સ્‍કિલ્‍ડ પ્રોફેશ્‍નલ્‍શ મેદાનમાં: પાર્લામેન્‍ટ વિરૂધ્‍ધ દેખાવોમાં ભારત ઉપરાંત પાકિસ્‍તાન, બાંગલાદેશ, નાઇજીરીયા સહિતના દેશોમાંથી આવેલા ડોકટરો, એન્‍જીનીયરો આઇ.ટી.પ્રોફેશ્‍નલ્‍શ સહિત ૧૦૦૦ લોકોએ વિરોધ નોંધાવ્‍યો

લંડનઃ યુરોપિયન યુનિયનના એક હજાર જેટલા ડોકટર્સ, એન્‍જીનીયર્સ, આઇ.ટી.પ્રોફેશ્‍નલ્‍શ, તથા શિક્ષકોનું પ્રતિનિધિત્‍વ કરતા હાઇસ્‍કિલ્‍ડ  પ્રોફેશ્‍નલ્‍શએ યુ.કે.સરકારે સામે મોરચો માંડયો છે. તથા પાર્લામેન્‍ટ સામે દેખાવો કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

યુ.કે. સરકારની પ્રતિકૂળ ઇમીગ્રેશન પોલીસીનો વિરોધ કરવા તેઓ મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભારત, પાકિસ્‍તાન, બાંગલાદેશ તથા નાઇજીરીયા સહિતના દેશોના પ્રોફેશ્‍નલ્‍શને સમાવેશ થાય છે. આ લોકોએ યુ.કે.માં ટાયર વન એટલે કે જનરલ વીઝાની મદદથી  એન્‍ટ્રી લીધી હતી. હવે તેઓને અનિヘતિ સમય માટે રજાઓ ઉપર જવા અથવા યુ.કે.માં પાંચ વર્ષ સુધી માન્‍યતા સાથે રહ્યા બાદ પોતાની હાઉસીંગ માટે અરજી કરવા જણાવાયું છે.

યુ.કે.માં ૨૦૧૦માં ઘણાં ભારતીય સોફાટવેર એન્‍જીનીયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વીઝા કેટેગરી ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. આમ હાઇ સ્‍કિલ્‍ડ પ્રોગ્રામ હેઠળ યુ.કે.માં ઉચ્‍ચ હોદાઓ ઉપર વિરાજમાન આ પ્રોફેશ્‍નલ્‍સને પસાર કરવી પડતી પાતનાઓના વિરોધમાં તમામ નોન પુરોપિયન દેશોમાંથી આવેલા હાઇસ્‍કિલ્‍ડ પ્રોફેશ્‍નલ્‍સનએ ભેગા થઇ પાર્લામેન્‍ટ સામે દેખાવો કર્યા હતો.  

(11:04 pm IST)