News of Saturday, 3rd February 2018

યુ.કે.સ્‍થિત ગુજરાતી મૂળના ૫૧ વર્ષીય અશ્વિન ડોડીયાને આજીવન કેદઃ પૂર્વ પત્‍ની કિરણની હત્‍યા કરી લાશ સૂટકેસમાં ભરી રસ્‍તા ઉપર ફેંકી દીધાનો આરોપ હતો

લંડનઃ યુ.કે.માં સ્‍થાયી થયેલા ગુજરાતી મૂળના ૫૧ વર્ષીય અશ્વિન ડોડીયાને તેની પૂર્વ પત્‍ની ૪૬ વર્ષીય કિરણ ડોડીયાની હત્‍યા કરવાના આરોપસર યુ.કે.ની અદાલતે આજીવન કેદ ફરમાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અશ્વિન તથા કિરણ ડોડીયાના લગ્ન ૧૯૮૮ની સાલમાં થયા હતા. તથા ૨૦૧૪ની સાલમાં બન્‍નેએ છુટાછેડા લઇ લીધા બાદ એક જ મકાનમાં અલગ અલગ રહેતા હતા. બને વચ્‍ચે ઝઘડો થતા અશ્વિને કિરણનું મોં અને ગરદન દબાવી હત્‍યા કરી લાશને સુટકેશમાં ભરી દઇ રસ્‍તા ઉપર ફેંકી દીધી હતી. તેવો આરોપ હતો.  

(11:04 pm IST)
  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST

  • જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી બે આતંકીઓ ઝડપાયા : સુરક્ષાદળોએ બંને આતંકીઓની કરી ધરપકડ : તેઓએ પાકિસ્તાનમાં ટ્રેનીંગ લીધી હોવાનું ખુલ્યુ access_time 5:55 pm IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST