News of Saturday, 3rd February 2018

અમેરિકામાં GOPIO લોસ એન્‍જલસ ચેપ્‍ટરે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવ્‍યો : ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન, ન્‍યુ દિલ્‍હીમાં યોજાયેલી પરેડનું નિદર્શન તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : અમેરીકા લોસ-એન્‍જલસ ના ઓરેન્‍જ માં GOPIO-LA (Globai Organization People of India Origin )દ્વારા ૬૯મો ­જાસત્તાક દિન ઉજવાયો .....

૨૬ મી જાન્‍યુ ના રોજ તાંદુર રેસ્‍ટોરન્‍ટ માં GOPIO-LA દ્વારા ૬૯ મા ­જાસત્તાક દિન ની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવેલ.. પોગ્રામની શરુઆતમાં '' દિપ­ાગટ્‍ય અંજુ ગર્ગ , બાલજિંદર તહિમ, નવિન ગુપ્ત્‌તા, રજેન્‍દ્ર ધુન્ના, ડૉ. અસ્‍મત નુર,વગેરે દ્વારા કરવામાં
આવેલ....સાથે સાથે અમેરીકન રાસ્‍ટ્ર ગીત અને ભારતીય રાસ્‍ટ્ર ગીત ની સુંદર રજુઆત કરવામાં આવી હતી...તેમજ ન્‍યુદિલ્‍હી માં થયેલ ­જાસત્તાક દિનની ઉજવણી થયેલ તેનું VDO દ્વારા ­દર્શિત કરવામાં આવેલ.. આ ­સંગે ડૉ કેશવ પટેલ VHP USA ના vp અને India VHP ના ટ્રસ્‍ટી ઉપરાંત આરટીશિયા ના મેયર અને સાય­સ ના મેયર એ ખાસ હાજરી આપી હતી... આ કાર્યક્રમમાં દેશ ભક્‍તિના ગીતો તથા જુદા જુદા ડાન્‍સ ગીતો ભાંગડા વગેરે ના શૉ નું ᅠસ્‍મિતા દાસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.. આભાર વિધિ રાજિંદ્ર દ્યૂન્ના અને બલજીન્‍દર દ્વારા કરવામાં આવેલ... આ ­સંગે લગભગ ૨૦૦ થી વધુ સભ્‍યો એ હાજરી આપી હતી... તેવું માહિતી હર્ષદરાય શાહ અને તસ્‍વીર : કાન્‍તિભાઇ મિષાી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.  

(9:47 pm IST)
  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST

  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST