Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમેરિકામાં સાઉથ એશિયન પ્રજાજનો ઉપર થતા હિંસાત્‍મક હુમલાઓમાં ૪૫ ટકાનો વધારો : નોનપ્રોફિટ ગૃપ SAALT દ્વારા જાહેર કરાયેલી માહિતી

વોશીંગ્‍ટન : અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ મુસ્‍લિમ, શીખ, હિન્‍દુ તથા આરબ કોમ્‍યુનીટી ઉપર હેટ વાયોલન્‍સમાં સતત વધારો નોંધાયો છે.

નોનપ્રોફિટ ગૃપ ‘‘સાઉથ એશિયન અમેરિકન લીવીંગ ટુગેધર (SAALT)'' ના અહેવાલમાં જણાવાયા મુજબ ૯ નવેં.  ૨૦૧૬ થી ૭ નવેં. ૨૦૧૭ દરમિયાનના એક જ વર્ષના ગાળામાં ૩૦૨ જેટલા હિંસાત્‍મક હુમલા થયા છે જે ગયા વર્ષની સરખામણીમાં ૪૫ ટકા વધુ છે. આ હુમલાઓમાં ગોળીબાર, મસ્‍જીદો તથા ગુરૂદ્વારાઓ ઉપર હુમલા, ઘરો સળગાવી નાખવા, યુવાનો તથા સ્‍કુલના બાળકો ઉપર અત્‍યાચાર સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે. કુલ હુમલાઓ પૈકી ૬૩ ટકા હુમલાઓ મહિલાઓ ઉપર થતા હોવાનું નોંધાયું છે.

(9:44 pm IST)