Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

‘‘૨૦૧૮ વિઝનરી ઓફ ધ ઇયર એવોર્ડ'': અમેરિકામાં ઉમદા કાર્ય બદલ અપાતો એવોર્ડઃ KIVAના કો.ફાઉન્‍ડર ઇન્‍ડિયન અમેરિકન શ્રીપ્રેમલ શાહની એવોર્ડ માટે પસંદગીઃ

સાન ફ્રાન્‍સિસ્‍કોઃ આર્થિક રીતે પછાત તેવા પરિવારના લોકોને લોન અપાવી વ્‍યવસાયમાં આગળ વધારવા પ્‍લેટફોર્મ પુરૂ પાડતી સંસ્‍થા ‘kiva'ના કો-ફાઉન્‍ડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેમલ શાહની પસંદગી ‘‘૨૦૧૮ વિઝનરી ઓફ ધ ઇયર'' એવોર્ડ માટે થઇ છે.

તેઓ નાના પાયે લોન લઇ ધંધો કરવા ઇચ્‍છુકોને ધીરાણ આવા માટેની યાદી બહાર પાડે છે જેના આધારે લોન આપવા ઉત્‍સુક લોકો તેમને લોન આપે છે

બાંગલાદેશમાં અસાધારણ સફળ થયેલ આ પ્રોજેકટ બાદ KIVAને પણ ખૂબ સફળતા મળી છે. શ્રી પ્રેમલ શાહના આ ઉમદા કાર્ય બદલ તેમની ઉપરોક્‍ત એવોર્ડ માટે પસંદગી થઇ છે તેઓ આ અગાઉ ‘‘ટોપ ફોર્ટી અન્‍ડર ફોર્ટી'' માં પણ પસંદગી પામી ચૂકયા છે. તેમજ તેમના હસ્‍તક થઇ રહેલા KIVAના નેજા હેઠળ કાર્ય માટે તેમણે PAYPALની નોકરી મુકી દીધી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:00 pm IST)