Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમેરિકામાં ન્‍યુજર્ર્સી ‘‘એટર્ની જનરલ'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન પ્રોસીકયુટર શ્રી ગુરબિર ગ્રેવાલની નિમણુંક : સેનેટ દ્વારા સર્વાનુમતે નિમણુંક પામેલા શ્રી ગુરબિર અમેરિકાના સૌપ્રથમ શીખ અમેરિકન એટર્ની જનરલ બન્‍યા

ન્‍યુજર્સી : યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન પ્રોસીકયુટર શ્રી ગુરબિર ગ્રેવાલને ન્‍યુજર્સી સ્‍ટેટ સેનેટ દ્વારા ‘‘નવનિયુકત એટર્ની જનરલ'' તરીકે બહાલી આપવામાં આવી છે.

ન્‍યુજર્સી સ્‍ટેટના એટર્ની જનરલ તરીકે ૧૬ જાન્‍યુ.૨૦૧૮  ના રોજ નિમણુંક પામનાર શ્રી ગુરબિર અમેરિકાના સૌપ્રથમ શીખ એટર્ની જનરલ બન્‍યા છે તેમને સેનેટએ ૨૯ વિરૂધ્‍ધ ઝીરો વોટથી એટલે કે સર્વાનુમતે ઉપરોકત પદ ઉપર નિમ્‍યા છે.

ન્‍યુજર્સીના નવનિયુકત ગવર્નર શ્રી ફીલ મુર્થી તથા સેનેટ મેમ્‍બર્સનો શ્રી ગુરબિરએ ઉપરોકત પદ ઉપર નિમણુંક આપવા બદલ આભાર વ્‍યકત કર્યો છે. તેમજ તેમનાં ઉપર મુકાયેલો વિશ્વાસ તેઓ સાર્થક કરી બતાવશે તેમ જણાવ્‍યું છે.

(9:12 pm IST)