Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શિકાગોની ભારતીય કોન્‍સ્‍યુલેટમાં ભારતના ૬૯માં પ્રજાસત્તાક દિનની થયેલી શાનદાર ઉજવણીઃ કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણના વરદ હસ્‍તે ધ્‍વજવંદન વિધિ કરવામાં આવીઃ ભારતના રાષ્‍ટ્રપતિના સંદેશાનુ કરાયેલુ વાંચનઃ ઇલીનોઇ રાજયના લેફટનન્‍ટ ગવર્નર ઇવેલીને આપેલી હાજરી અને ઇલીનોઇ રાજયની પ્રજાવતી પ્રજાસત્તાક દિન પ્રસંગે અભિનંદન પાઠવ્‍યાઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું કરાયેલુ આયોજન

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોના ડાઉનટાઉન વિસ્‍તારમાં ભારત સરકારની કોન્‍સ્‍યુલેટ ઓફિસ આવેલ છે અને તેમાં જાન્‍યુઆરી માસની ૨૬મી તારીખને શુક્રવારે ભારતના ૬૯માં પ્રજાસત્તાક દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને તે દિવસે ઇલીનોઇ રાજયના લેફટનન્‍ટ ગવર્નર ઇવેલીન સંગુનેટ્ટી તેમજ ભારતીય  સમાજના મહાનુભાવોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

પ્રજાસત્તાક દિનની ઉજવણીની શરૂઆતમાં કોન્‍સ્‍યુલેટ ઓફિસના પારિસરમાં ધ્‍વજવંદનની વિધિ કરવામાં આવી હતી અને તે પ્રસંગે સમગ્ર કોન્‍સ્‍યુલેટનું વાતાવરણ રાષ્‍ટ્રિય રંગે રંગાઇ જવા પાઠયુ હતુ. આ વેળા કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણજી તેમજ ઇલીનોઇ રાજયના લેફટનન્‍ટ ગવર્નર ઇવેલીન સંગુનેટ્ટીના વરદ હસ્‍તે દિપ પ્રાગટયની વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય શિક્ષિણ પ્રેરણા આર્યએ વંદેમાતરમનું ગીત સુદર સ્‍વરોમાં રજુ કર્યુ હતું.

ધ્‍વજવંદનના કાર્યક્રમ બાદ કોન્‍સ્‍યુ જનરલે ભારતના રાષ્‍ટ્રપતિનો જે સંદેશો હતો તેનું વાચન કર્યુ હતું.

ઇલનોઇ રાજયના ગવર્નરે આ પ્રસંગે પોતાના પ્રવચનમાં રાજયની પ્રજાવતી આ દિનની ઉજવણી પ્રસંગે કોન્‍સ્‍યુલ જનરલને અભિનંદન આપ્‍યા હતા.

અંતમાં ટીમ ધુંધરૂ તેમજ સુર્ય ડાન્‍સ સ્‍કુલના વિધાર્થીનીઓએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો અને ત્‍યાર બાદ આ ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

(9:51 pm IST)