Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગુજરાતના યુવાનો માટે નોકરીના હબ તરીકે લોકપ્રિય થઇ રહેલું ઇઝરાઇલ : હાલમાં એક હજાર ઉપરાંત ગુજરાતીઓ નર્સીંગ તથા કેર ટેકર વ્‍યવસાય સાથે ઇઝરાઇલમાં

અમદાવાદ : ગુજરાતના યુવાનોમાં હવે નોકરી માટેના હબ તરીકે ઇઝરાઇલ લોકપ્રિય થવા લાગ્‍યુ છે. જયાં હાલમાં એક હજાર જેટલા ગુજરાતીઓ નર્સીંગ તથા કેર ટેકરના વ્‍યવસાય સાથે જોડાયેલા છે. જેમાં મોટા ભાગના સૌરાષ્‍ટ્રના પોરબંદર વિસ્‍તારના છે.

વર્ષોથી ગુજરાતીઓ માટે આફ્રિકા વ્‍યવસાયનું હબ હતું. ત્‍યારબાદ અમેરિકામાં પણ ઘણાં ગુજરાતીઓ સ્‍થાયી થયા છે. એટલું જ નહિં ત્‍યાં ગુજરાતની સંસ્‍કૃતિને દીપાવી રહયા છે. અને હવે ઇઝરાઇલની વાટ પકડી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)