Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

યુ.એસ.માં ડેટ્રોઇટ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. જુમાના તથા ડો. ફકરૂદીન ‘‘સેકસ્‍યુઅલ એકટીવીટી'' આરોપમાંથી મુકત : એપ્રિલ માસમાં ૬ સગીર બાળકીઓની સુન્‍નત કરી સેકસ્‍યુઅલ એકટીવીટી માટેનું ષડયંત્ર રચવાનો આરોપ હતો

ડેટ્રોઇટ : યુ.એસ.માં સેકસ્‍યુઅલ એકટીવીટી માટે સગીર બાળકીઓની સુન્‍નત કરવાનું ષડયંત્ર રચવાના આરોપમાંથી ડેટ્રોઇટ ફેડરલ જજએ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. જુમાના નગરવાલા તથા ડો. ફકરૂદીન અતરને મુકત કર્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ડેટ્રોઇટમાં આવેલા અતર કિલનિકમાં ૬ બાળકીઓની સુન્‍નત કરી ક્રિમીનલ સેકસ્‍યુઅલ એકટીવીટીનું ષડયંત્ર રચવાનો આ બંને ડોકટરો ઉપર આરોપ હતો. જેનો તેમણે ઇન્‍કાર કર્યો હતો. તથા જણાવ્‍યું હતું કે ભારતમાં દાઉદી વ્‍હોરા કોમના રિવાજ મુજબ થતી ધાર્મિક વિધિ પાત્ર તેમણે કરી હતી.

ડો. જુમાનાના વકીલએ બચાવમાં જણાવ્‍યું હતું કે તેમના અસીલએ કોઇપણ ક્રિમીનલ સેકસ્‍યુઅલ એકટીવીટી કરી નથી. જે ધ્‍યાનમાં લઇ જજે તેમને ઉપરોકત આરોપમાંથી મુકત કર્યા હતા. તથા ડો. જુમાના અને ડો. અતરે સગીર બાળકીઓની સુન્‍નત કરવાનું કોઇ ષડયંત્ર રચ્‍યુ નહોતું. તેમ જણાવ્‍યું હતું.

(9:48 pm IST)