Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કેનેડામાં પીકઅપ વાહનની ટક્કરથી 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત: સાયકલ સાથે રસ્તો ક્રોસ કરતી વખતે થયો અકસ્માત :ઓગસ્ટ 2021માં ભારતથી કેનેડા આવ્યો હતો

 ટોરોન્ટો : કેનેડાના ટોરોન્ટોમાં એક 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી તેની સાયકલ પર રોડ ક્રોસ કરતી વખતે પીકઅપ ટ્રકની ટક્કરથી મૃત્યુ પામ્યો. ન્યૂઝ વેબસાઈટ 'CBC.ca' દ્વારા શુક્રવારે પ્રકાશિત થયેલા સમાચારમાં મૃતકના સંબંધી પ્રવીણ સૈનીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે મૃતક કાર્તિક સૈની ઓગસ્ટ 2021માં ભારતથી કેનેડા આવ્યો હતો. જોકે, પોલીસે હજુ સુધી મૃતકની ઓળખની પુષ્ટિ કરી નથી.

સમાચાર અનુસાર, પ્રવીણ હરિયાણાના કરનાલથી વાત કરી હતી, જ્યાં તેનો પરિવાર રહે છે. પ્રવીણે કહ્યું કે પરિવારને આશા છે કે કાર્તિકના મૃતદેહને વહેલી તકે ભારત મોકલવામાં આવશે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે શેરિડન કોલેજે પુષ્ટિ કરી છે કે કાર્તિક તેનો વિદ્યાર્થી હતો. કોલેજે શુક્રવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે, “કાર્તિકના આકસ્મિક અવસાનથી અમારો સમુદાય ખૂબ જ દુઃખી છે. અમે તેમના પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને પ્રોફેસરોને હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ.

આ જીવલેણ અકસ્માત બુધવારે સાંજે 4.30 વાગ્યે યોંગ સ્ટ્રીટ અને સેન્ટ ક્લેર એવન્યુ વચ્ચે થયો હતો, પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગુરુવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પિકઅપ ટ્રક દ્વારા ટક્કર મારવાથી અને ખેંચી જવાથી સાયકલ સવારનું મૃત્યુ થયું હતું. ટોરોન્ટો પોલીસ સર્વિસના પ્રવક્તા કોન્સ્ટેબલ લૌરા બ્રાબેન્ટે જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે. દરમિયાન, ક્રેશ સાઇટ પર એક કામચલાઉ સ્મારક બનાવવામાં આવ્યું છે. 30 નવેમ્બરના રોજ કાર્તિકના સન્માનમાં સાયકલ સવારોના સન્માનની હિમાયત એક રેલીનું આયોજન કરી રહી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:27 pm IST)