Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારનો સિલસિલો ચાલુ : 13 વર્ષીય સગીર ખ્રિસ્તી યુવતીનું અપહરણ કરી ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવ્યું : 44 વર્ષના પુરુષ સાથે નિકાહ કરાવી દીધા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારનો સિલસિલો ચાલુ છે.જે મુજબ તાજેતરમાં સિંધ પ્રાંતની રાજધાની કરાંચીમાં  13 વર્ષીય સગીર ખ્રિસ્તી યુવતી આરજુ રાજાનું અપહરણ કરી તેનું ફરજીયાત  ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.તથા બાદમાં  44 વર્ષના પુરુષ સાથે નિકાહ કરાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.

અપહરણ કરનારે પોલીસને ગેરમાર્ગે દોરવા યુવતીની ઉંમર 13 ને બદલે 18 વર્ષની દર્શાવી હતી. તથા તેની પાસે લખાણ કરાવી લીધું હતું કે મેં સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નિકાહ કર્યા છે.

આ બાબતે કરાચી તથા ઇસ્લામાબાદમાં દેખાવો  થયા હતા.તેમજ યુવતીના પિતાએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:28 pm IST)