Gujarati News

Gujarati News

News of Sunday, 29th August 2021

'તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે' : ડો.પ્રદીપ કણસાગરા : યુ.એસ.માં વસતા સુરતના 'લેઉઆ પટેલ સમાજ ઓફ અમેરિકા' ના ઉપક્રમે 13 તથા 14 ઓગસ્ટ 2021 ના રોજ બેદિવસીય વાર્ષિક અધિવેશન યોજાયું : અતિથિ વિશેષ તરીકે પધારેલા ડો.પ્રદીપ કણસાગરા તથા ડો.કમલ પરીખે મનનીય ઉદબોધનો કર્યા : સમાજના પ્રેસિડન્ટ તરીકે સુશ્રી નેન્સી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન કરેલા પ્રશંસનીય કાર્યોની સરાહના કરાઈ : નવા પ્રમુખ તરીકે શ્રી નયન પટેલનો પદગ્રહણ યોજાયો : સાંસ્કૃતિક કાર્યક્રમો, ચર્ચા બેઠકો, ઉદબોધનો, એવોર્ડ વિતરણસહીત વિવિધ આયોજનોમાં 545 ઉપરાંત લોકોની ઉપસ્થિતિ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :  યુ.એસ.માં વસતા સુરતના 'લેઉઆ પટેલ  સમાજ ઓફ અમેરિકા' નું વાર્ષિક અધિવેશન 13 તથા 14 ઓગસ્ટ 2021ના રોજ નેશવિલ ટેનેસીમાં યોજાયું હતું. લેઉઆ પટેલ સમાજે અમેરિકામાં હોટેલ ઈન્ડસ્ટીમાં ઘણું યોગદાન આપ્યું છે. તથા ઘણા લોકોને અમેરિકામાં રોજગાર પૂરો પાડી રહ્યા છે.

આ અધિવેશનમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.ઉપરાંત જુદા જુદા વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને સામાજિક ઉન્નતિ, બે પેઢી વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ તથા આરોગ્ય જાંળવણી અંગે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 545 જેટલા લોકોએ હાજરી આપી હતી.

અધિવેશનના અતિથિ વિશેષ તરીકે ડો.પ્રદીપ કણસાગરા તથા ડો.કમલ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.ડો.પરીખે તેમની અનોખી અદામાં સમાજ ઉન્નતિ માટે વાર્તાલાપ આપ્યો હતો. ડો.પ્રદીપ કણસાગરાએ ' હેલ્થ ઇઝ એવરીથીંગ બિકોઝ વિધાઉટ ઈટ વી આર નથીંગ ' એટલે કે તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે તેના વિના બધું જ નકામું છે વિષપ ઉપર ડોક્ટરોની પેનલ બનાવી ચર્ચા કરી હતી. જેમાં બધાએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ તકે પ્રેસિડન્ટ નેન્સી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સમાજ સેવાના પ્રશંસનીય કાર્યો કર્યા હતા. તેની સરાહના કરવામાં આવી હતી. જોય એકેડમી ઓફ અમેરિકા સાથે આરોગ્ય , તથા કારકિર્દી માર્ગદર્શન જેવા અનેક વેબિનારનું આયોજન કર્યું હતું. લેઉઆ પટેલ સમાજ દ્વારા 14 હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેટર આપવામાં આવ્યા છે.

કોરોનાના કપરા સમયમાં ઘણા ગામડાઓમાં ઘરે ઘરે જઈ નાસ્તાઓ તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપેલા છે.નેન્સી પટેલે ખુબ પ્રશંસનીય કાર્ય કરેલું હતું.વર્ષ દરમિયાન તેમને સહયોગ આપનાર સહુનો તેમણે આભાર માન્યો હતો.

 આ તકે અમુક સાથીદારોને પ્રેસિડન્ટ એપ્રિશિએશન એવોર્ડ આપવામાં આવ્યા હતા.વર્ષ દરમિયાન સહકાર અને માર્ગદર્શન આપવા બદલ શ્રી રમણભાઈ રામા તથા વેબિનારના સુંદર આયોજનો માટે ડો.પ્રદીપ કણસાગરા ,તેમજ સમાજના અન્ય મહાનુભાવોને યાદ કરી એપ્રિશિએટ કરાયા હતા.

નવા આવનાર પ્રમુખ શ્રી નયન પટેલની પદગ્રહણ વિધિ થઇ હતી.તેમણે પણ સમાજના ઉત્કર્ષ માટે આખું વર્ષ જુદા જુદા કાર્યક્રમો કરવાનું વચન આપ્યું હતું.

જોય એકેડેમીનાં ચીફ પેટ્રન ડો.પ્રદીપ કણસાગરા તથા લેઉઆ પટેલ સમાજ ઓફ અમેરિકા સુરતના પ્રેસિડન્ટ સુશ્રી નેન્સી ( નયનાબેન ) પટેલે એમ.ઓ.યુ.સાઈન કર્યું હતું . નવા પ્રમુખ શ્રી નયન પટેલે આવનાર વર્ષોમાં જુદા જુદા અનેક મોટીવેશનલ તથા એજ્યુકેશનલ વેબિનારો કરવા અને ભવિષ્યમાં સમાજ ઉત્કર્ષ માટે સાથે મળીને પ્રયત્નો કરવા સંમતિ આપી હતી.નેશવિલની સમગ્ર કમિટીએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવી હતી.

(11:28 am IST)