Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

' નાઈટ સાયન્સ જર્નાલિઝમ ફેલો ' : MIT દ્વારા ફેલો તરીકે જાહેર કરાયેલા 21 પત્રકારોમાં બે ઇન્ડિયન અમેરિકન મહિલા પત્રકારોએ સ્થાન મેળવ્યું

મેસેચ્યુએટ : MIT દ્વારા 2021-22 ની સાલ માટેના ફેલો તરીકે જાહેર કરાયેલા 21 પત્રકારોમાં બે ઇન્ડિયન અમેરિકન મહિલા પત્રકારોએ સ્થાન મેળવ્યું છે. જેમાં સુશ્રી સુષ્મા સુબ્રમણ્યમ તથા સુશ્રી તસ્મિહા ખાનનો સમાવેશ થાય છે.

ફેલોને સંપૂર્ણ વર્ષ માટે અથવા ફોલ સેમેસ્ટર અથવા સ્પ્રિંગ સેમેસ્ટર ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સુષ્મા સુબ્રમણ્યમને સ્પ્રિંગ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે તસ્મિહા ખાનને ફોલ સત્ર માટે પસંદ કરવામાં આવ્યા છે .

સુશ્રી સુબ્રમણ્યમ હેલ્થ એન્ડ સાયન્સ જર્નાલિસ્ટ છે . તથા "હાઉ ટુ ફીલ: ધ સાયન્સ એન્ડ મીનિંગ ઓફ ટચ" ના લેખક છે.

સુશ્રી ખાન મિડવેસ્ટના ફ્રીલાન્સ લેખક છે. તેણીએ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સહિત મુસ્લિમ અમેરિકન વસતિને આગળ લાવવામાં મદદ કરી છે.

તેઓ નેશનલ જિયોગ્રાફિક, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ, ફોર્બ્સ, ધ ડેઇલી બીસ્ટ, વોક્સ અને વાઇસ, સાથે જોડાયેલા છે. તેમનો પ્રોજેક્ટ ગર્ભવતી અને પેરિનેટલ મુસ્લિમ મહિલાઓ માટે સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે સક્ષમ સંભાળ સુનિશ્ચિત કરવાને લાગતો છે .

દરેક ફેલોને પ્રોજેક્ટ સંબંધિત ખર્ચ માટે સ્ટાઇપેન્ડ અને બજેટ પ્રાપ્ત થશે, તેમજ સેમિનાર, વર્કશોપ, મેન્ટરિંગ અને એમઆઇટીમાં ઓનલાઇન સંસાધનોની મોટી ઓફર માટે પ્રવેશ મળશે.

2021-22 ફેલોશિપ ક્લાસમાં લેખકો, પત્રકારો, દસ્તાવેજી ફોટોગ્રાફરો અને મલ્ટીમીડિયા પત્રકારોનો સમાવેશ થાય છે જે યુનાઇટેડ સ્ટેટ્સના દરેક ટાઇમ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે.

સંપૂર્ણ વર્ષ ફેલોશિપ માટે પસંદ કરાયેલા સાત પત્રકારોને 40,000 ડોલર  સ્ટાઇપેન્ડ્સ ફેલોશિપ પ્રાપ્ત થશે . 14  જર્નાલિસ્ટ સિંગલ-સેમેસ્ટર ફેલોશિપ પ્રાપ્ત કરશે જે 20,000 ડોલર સ્ટાઇપેન્ડ દ્વારા સપોર્ટેડ છે, જેમાં ફોલ સેમેસ્ટરમાં નવ અને સ્પ્રિંગ સેમિસ્ટર માટે પાંચ પત્રકારોનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)