Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બ્રિટનને આઝાદી અપાવવા શહીદ થયેલા શીખોની સ્‍મૃતિ કાયમ રાખવા ‘‘રાષ્‍ટ્રિય સ્‍મારક'' બનાવાશે : બીજા વિશ્વયુધ્‍ધમાં ૮૩ હજાર શીખો શહીદ થયા હતા તથા ૧ લાખ જેટલા ઘાયલ થયા હતા : શીખોનું ઋણ ચૂકવવા ‘‘શીખ વોર મેમોરીયલ'' પ્રોજેકટને યુ.કે. સરકારની મંજુરી

લંડન : બીજા વિશ્વયુધ્‍ધ દરમિયાન બ્રિટનની સ્‍વતંત્રતા માટે શહીદ થયેલા ૮૩ હજાર જેટલા શીખ સૈનિકો તથા ઘાયલ થયેલા ૧ લાખ સૈનિકોની સ્‍મૃતિમાં યુ.કે. સરકારએ રાષ્‍ટ્રિય સ્‍મારક બનાવવા નાણાંકિય સહાય આપવા માટે મંજુરી આપી દીધી છે.

બ્રિટનના લોકો જે આઝાદીની મઝા માણી રહ્યા છે તે માટે આ શીખ સૈનિકોના અમે ઋણી છીએ તેવા વિધાન સાથે યુ.કે. કોમ્‍યુનીટી સેક્રેટરી શ્રી સાજીદ જાવેદએ લંડનમાં શીખ મેમોરીયલ બનાવવાના પ્રોજેકટ માટે સમર્થન ઘોષિત કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ‘શીખ વોર મેમોરીયલ' પ્રોજેકટ માટે બ્રિટનના સૌપ્રથમ પાઘડીધારી શીખ એમ.પી શ્રી તનમનજીત  સિંઘએ ઝુંબેશ શરૂ કરી હતી. જેને યુ.કે. સરકારે સમર્થન આપતા સ્‍થળ માટે પસંદગી થયા બાદ સરકાર દ્વારા નાણાં અપાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)