Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મિસ વર્લ્‍ડ ૨૦૧૭ માનુષી છિલ્લર અમેરિકાના પ્રવાસે : વર્ષો પછી મિસ વર્લ્‍ડનો ખિતાબ મેળવી ભારતનું ગૌરવ વધારનાર માનુષીએ બેન્‍નેટ યુનિવર્સિટીમાં ઉદબોધન કર્યુ

વોશીંગ્‍ટન : વર્ષો પછી ૨૦૧૭ની સાલનો ‘‘મિસ વર્લ્‍ડ'' નો ખિતાબ મેળવી ભારતને ગૌરવ અપાવનાર સૌંદર્ય સામ્રાજ્ઞી માનુષી છિલ્લર તાજેતરમાં અમેરિકાના પ્રવાસે છે. જયાં તેણે બેન્‍નેટ યુનિવર્સિટીમાં હાજરી આપી હતી. તથા સ્‍ટુડન્‍ટસને પોતાનું ધ્‍યેય નકકી કરી તેની પ્રાપ્‍તિ માટે મંડયા રહેવા અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરીના કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.

(9:39 pm IST)