Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

યુનાઇટેડ નેશન્‍સ ખાતેના ભારતના એમ્‍બેસેડર શ્રી અકબરૂદીનનું ટિવટર એકાઉન્‍ટ હેક : હેકરોએ ટિવટર એકાઉન્‍ટનું નામ અકબરૂદીન ઇન્‍ડિયાને બદલે અકબરૂદીન સૈયદ કરી નાખ્‍યું : તુર્કી તથા પાકિસ્‍તાનના ધ્‍વજનો ફોટો મુકયો : માઇક્રો બ્‍લોગીંગ વેબસાઇટે એકાઉન્‍ટ રાબેતા મુજબ કરી આપતા શ્રી અકબરૂદીનની કોમેન્‍ટ : ‘હેકરો મને ઝુકાવી નહીં શકે'

યુ.એસ.  : યુનાઇટેડ નેશન્‍શ ખાતેના ભારતના પ્રતિનિધિ શ્રી અકબરૂદીન સૈયદનું ટિવટર એકાઉન્‍ટ રવિવારે હેક કરી દેવાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હેકરોએ તેમના એકાઉન્‍ટનું નામ અકબરૂદીન ઇન્‍ડિયાને બદલે અકબરૂદીન સૈયદ કરી નાખ્‍યુ હતું. તથા પાકિસ્‍તાનના રાષ્‍ટ્રપતિ મમનૂન હુસેનનો ફોટો મુકયો હતો. તેમજ તુર્કી તથા પાકિસ્‍તાનનો રાષ્‍ટ્રધ્‍વજ જોવા મળ્‍યો હતો. આથી તેમનું ટિવટર એકાઉન્‍ટ રવિવારે થોડો સમય માટે બ્‍લોગ કરી દેવાયું હતું. બાદમાં માઇક્રો બ્‍લોગીંગ વેબસાઇટે તેમનું એકાઉન્‍ટ રાબેતા મુજબ કરી દેતા શ્રી અકબરૂદીનએ ટિવટ કરતા જણાવ્‍યું હતું કે હું પાછો ટિવટર ઉપર આવી ગયો છું. હેકરો મારુ એકાઉન્‍ટ હેક કરી દઇ મને ઝુકાવી નહી શકે.

તેમનું એકાઉન્‍ટ હેક કરનારાઓ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેવું જાણવા મળે છે.

(11:07 pm IST)