News of Thursday, 22nd February 2018
પેરૂમાં બસ ઊંડી ખાઈમાં ખાબકતા 22ના મોત : 20 ઘાયલ
પાનામેરીકાના સુર હાઇવે પર પહાડીઓ નજીકથી પસાર થતી બસ 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી
લિમા ;પેરુમાં એક બસ ઊંડી ખીણમાં પડી જતા ઓછામાં ઓછા 22 લોકોના મોત નિપજયા છે જયારે 20 લોકો ઘાયલ થયા છે સાથનિક અધિકારીના જણાવાયા મુજબ પાનામેરીકાના સુર હાઇવે પર પહાડીઓ નજીકથી બસ પસાર થઇ રહી હતી ત્યારે 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી
અહેવાલ મુજબ બસમાં 45 લોકો સવાર હતા અર્ક્યૂઝપા ક્ષેત્રના સ્વસ્થ્ય સેવા પ્રભારી ગૂસ્તોવો રોન્ડોને કહ્યું હતું કે દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે કેટલાક શબ મળ્યા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે
(9:09 am IST)