News of Thursday, 22nd February 2018
ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા મિગ-21 ઉડાવીને આકાશમાં ઇતિહાસ રચ્યો
19મીએ જામનગર ઍરબેઝથી એકલીએ ફાયટર ઍરક્રાફ્ટ મિગ-21માં ઉડાન ભરી હતી
ઇન્ડિયન ઍરફોર્સની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ લડાકુ વિમાન ઉડાવનાર [પહેલી ભારતીય મહિલા બની છે અવનીએ એકલા જ મિગ-21 ઉડાવીને ભારતીય આકાશમાં ઇતિહાસ રચ્યો છે 19મી ફેબ્રુઆરીએ અવની ચતુર્વેદીએ જામનગર ઍરબેઝથી એકલા જ ઍરક્રાફ્ટ મિગ-21માં ઉડાન ભરી હતી
અવની ચતુર્વેદી ભારતની પહેલી મહિલા લડાકુ પાયલોટ છે તે મધ્યપ્રદેશના રિવા જિલ્લાની છે અવનીની સાથે મોહનાસિંહ અને ભાવના કંઠ સાથે પહેલીવાર લડાકુ પાયલોટ જાહેર કર્યા હતા આ ત્રણેયને જૂન-2016માં ભારતીય વાયુસેનાના લડાકુ સ્કવોડર્નમાં સામેલ કર્યા હતા
(9:08 am IST)