News of Thursday, 18th January 2018
યુપીના હરદોઈમાં ગાઢ ધુમ્મસના કારણે કાર તળાવમાં ખાબકતા પાંચ લોકોના મોત
રાજ્યના લખમીપૂરમાં ત્રણ ડિગ્રી તાપમાન :સૌથી ઠંડુ શહેર નોંધાયું
લખનૌ ;ઉત્તરપ્રદેશના હરદોઈમાં ગાઢ ધુમ્મસનાં કારણે એક કાર તળાવમાં ખાબકતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર યુપીનાં કેટલાંક સ્થળોએ આજે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે તેમજ લઘુતમ તાપમાન નીચું રહેશે રાજ્યમાં લખીમપુરમાં ત્રણ ડિગ્રી તાપમાન રહેતાં આ શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.
(11:28 pm IST)