મુખ્ય સમાચાર
News of Thursday, 18th January 2018

ડાયરેક્‍ટ ટેક્‍સ કલેકશનમાં ૧૯ ટકાની વૃધ્‍ધિ થઇ

ટાર્ગેટની ૭૦ ટકા રકમ આવી ગઇ

નવીદિલ્‍હી તા. ૧૮ : ચાલુ નાણાકીય વર્ષના શરુઆતના સવા નવ મહિના દરમિયાન સરકારને ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શનની બમ્‍પર આવક મળી છે. આ સમય દરમિયાન ટેકસની આવકમાં ૧૮.૭ ટકાનો વધારો થઇ ૬.૮૯ લાખ કરોડ રુપિયાનો આંકડો સામે આવ્‍યો છે.

ટેક્‍સવિભાગે આ જાણકારી આફતાં કહ્યું  કે ૧૫ જાન્‍યુઆરી ૨૦૧૮ સુધીમાં ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શનમાં પૂરા વર્ષના લક્ષ્યાંક ૯.૮ લાખ કરોડ રૂપિયાના મુકાબલે ૭૦ ટકા જેટલી આવક થઇ ગઇ છે. આ આંકડો ગત વર્ષની આ જ સમયાવધિની સરખામણીમાં ૧૮.૭ ટકા વધુ છે.

૧ એપ્રિલ ૨૦૧૭થી ૧૫ જાન્‍યુઆરી ૨૦૧૮ સુધીમાં ગ્રોસ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૩.૫ ટકા વધી ૮.૧૧ લાખ કરોડ રુપિયા થઇ ગયું છે. આ આવધિમાં કરદાતાઓને ૧.૨૨ લાખ કરોડ રૂપિયાનું રીફંડ પણ આપવામાં આવ્‍યું છે. સીબીડીટીના જણાવ્‍યાં પ્રમાણે આ વર્ષે ટેક્‍સ વસૂલીમાં સતત સુધારો દેખાયો છે. કોર્પોરેટ કરની વાત કરીએ તો તેમાં પહેલા ત્રિમાસિક ગાળામાં ૪.૮ ટકા, ત્રીજા ત્રિમાસિકગાળામાં ૧૦.૧ અને ૧૫ જાન્‍યુઆરી સુધીમાં ૧૧.૪ ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. આ દરમિયાન કોર્પોરેટ ટેક્‍સ કલેક્‍શનમાં બીજા ત્રિમાસિક ગાળામાં ૧૦.૮ ટકાની વૃદ્ધિ અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૧૭.૪ ટકાની વૃદ્ધિ નોંધાઇ છે અને ૧૫ જાન્‍યુઆરી ૨૦૧૮ સુધીમાં તેમાં ૧૮.૨ ટકાનો શુદ્ધ વધારો જોવા મળ્‍યો છે.

 

(4:29 pm IST)