મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

લાહોરમાં લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર: પાક.ગૃહમંત્રી ભડક્યા : કહ્યું અયાજ સાદિકને ભારત મોકલી દેવા જોઈએ

કેટલાય પોસ્ટરોમાં સાદિકને ગદ્દાર પણ કહેવામા આવ્યા: અયાજ સાદિક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો

 

લાહોર : પાકિસ્તાનમાં ફરી એક વાર વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન ચર્ચાનો વિષય બન્યા છે. તેમની સાથે વડાપ્રધાન  મોદીના કેટલાય પોસ્ટર લાહોરના રસ્તા પર જોવા મળી રહ્યા છે. પોસ્ટર દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાજ સાદિક પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કેટલાય પોસ્ટરોમાં સાદિકને ગદ્દાર પણ કહેવામા આવ્યા છે. અયાજ સાદિકે પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડી મુકવાની પોલ ખોલતા ઈમરાન સરકારનું માથુ નિચું નમી જાય તેવી પોલ ખોલી નાખી હતી.

પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે એક જનસભા દરમિયાન કહ્યુ હતું કે, અયાજ સાદિકે ભારત જતુ રહેવુ જોઈએ. તેમણે કહ્યુ હતું કે, પોતાની સેના વિરુદ્ધ જે વાત સંસદમાં કરી તે વાત તેમણે અમૃતસરમાં જઈને કહેવી જોઈએ. સમગ્ર પાકિસ્તાનમાં અયાજ સાદિક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.ઈમરાન સરકારના મંત્રી તેમના વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે.

અયાઝ સાદિકે થોડા દિવસ પહેલા પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કહ્યુ હતું કે, ભારતના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાનને તેમને છોડી મુક્યા હતા, શાહ મહમૂદ કુરૈશી પણ તે બેઠકમાં સામેલ હતા, જેમાં ઈમરાન ખાને હાજર રહેવાની ના પાડી દીધી હતી. કુરૈશના પગ થરથર કાંપી રહ્યા હતા. તેમના માથા પર પરસેવો છૂટી ગયો હતો. કુરૈશીએ કહ્યુ હતું કે, આને પાછા મોકલી દો, નહીંતર ભારત રાતે 9 વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યુ છે.

 

(12:20 am IST)