મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની શક્તિસ્થળ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ

૩૧ ઓક્ટોબરે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ

નવી દિલ્હી ,તા.૩૧ : શનિવારના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. તેમની પૌત્રી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્દિરા ગાંધીના બલિદાન દિવસ પર શક્તિ સ્થળ સ્થિત સમાધિ પર પુષ્પો અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાનને ટ્વીટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી ટ્વીટ કરીને કહ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.

ઉપરાંત રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પણ આજે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી છે. નોંધનીય છે કે ઈન્દિરા ગાંધી ભારતના પહેલા વડાપ્રધાન હતા. આજના દિવસે ૧૯૮૪માં તેમની હત્યા કરી હતી. તેમણે જાન્યુઆરી ૧૯૬૬થી માર્ચ ૧૯૭૭ સુધી દેશના વડાપ્રધાન તરીકેની ફરજ બજાવી હતી. તેઓ વર્ષ ૧૯૫૯થી ૧૯૬૦ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા.

(7:16 pm IST)