એડવોકેટ હરિશ સાલ્વેએ ૬૫ વર્ષની વયે બીજી વખત લગ્ન કર્યા
આર્ટિસ્ટ કેરોલિનને સાલ્વે એક એકિઝબિશનમાં મળ્યા હતા : પૂર્વ સોલિસિટર જનરલ સાલ્વેએ કુલભૂષણ જાધવનો કેસ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજૂ કર્યો હતો
લંડન,તા.૩૧ : ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વેએ ૬૫ વર્ષની વયે બ્રિટીશ આર્ટિસ્ટ સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. ૧૫ વર્ષની બ્રિટીશ આર્ટિસ્ટ કેરોલિન સાથે સાલ્વે એક આર્ટ એકિઝબિશનમાં પ્રથમ વખત મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વેએ ૬૫ વર્ષની વયે બીજી વખત લગ્ન કર્યા હતા. તેમણે પહેલી વખત મીનાક્ષી સાલ્વે સાથે લગ્ન કર્યા હતા. તેમને સાક્ષી અને સાનિયા નામની બે દીકરીઓ છે. સાલ્વે એક આર્ટ એકિઝબિશન દરમિયાન કેરોલિનના સંપર્કમાં આવ્યા હતા. કેરોલિન ૫૬ વર્ષની છે અને બ્રિટનની જાણીતી કલાકાર છે. તેને પણ સંતાનોમાં એક દિકરી છે. બંને લંડનના ચર્ચમાં ક્રિસ્ટ્યિન વિધિથી લગ્ન કર્યા હતા. એમાં બંનેની દિકરીઓ જાધવનો કેસ ભારત વતી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજુ કર્યો હતો અને અસરકારક રીતે ભારતનો પક્ષ મૂકયો હતો. તેના કારણે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને નવેસરથી કોર્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.