મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

દુનિયાની પ્રથમ ફ્લાઈંગ કાર યુરોપમાં ઉડાન ભરશે :ગુજરાતમાં થશે ઉત્પાદન

લિબર્ટી વિશ્વની પ્રથમ ઉડવાવાળી કાર હશે: મહત્તમ ઝડપ 160 પ્રતિ કિલોમીટર :કારને ચલાવવા માટે બે લાયસન્સની જરૂર રહેશે.

નવી દિલ્હી : આગામી દાયકાઓમાં કાર રસ્તા પર દોડશે જ નહીં પરંતુ હવામાં પણ ઉડશે તેમજ ટ્રાફિકના તમામ નિયમો પણ બદલાઈ જવાની સંભાવના છે. તેની શરૂઆત યુરોપથી થવા જઈ રહી છે. લિબર્ટી વિશ્વની પ્રથમ ઉડવાવાળી કાર હશે અને તે ખુબ ટૂંકાગાળામાં યુરોપની સડકો પર ઊડતી જોવા મળશે.

લિબર્ટીને PAL-V નામની એક ડચ કંપનીએ તૈયાર કરી છે. યુરોપમાં આ પ્રકારની ગાડીઓને સડકો પર ઉતારવાની મંજૂરી મળી ગઈ છે. યુરોપમાં સૌપ્રથમ તેની સેવા નેધરલેન્ડથી શરુ થશે. આ કારની માર્ગો પણ મહત્તમ ઝડપ 160 પ્રતિ કિલોમીટર છે તેમજ હવામાં ઉડયા બાદ તે 180 કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરી લે છે.

PAL-V flying carsની લિબર્ટી લિમિટેડ એડિશનની પ્રથમ ગાડી પાયોનિયરના નામે વેચવામાં આવશે. ટેક્સ વગર તેની કિંમત આશરે 4.46 કરોડ રૂપિયા હશે. આ કાર ટુ સિટર છે. ડ્રાઇવિંગ મોડમાંથી ફ્લાઈંગ મોડમાં કન્વર્ટ થતા તેને આશરે 10 મિનિટનો સમય લાગે છે. જ્યારે આટલો જ સમય તેને ફ્લાઈંગ મોડથી ડ્રાઈવિંગ મોડમાં આવવા લાગે છે. આ કાર પર 264 કિલોગ્રામ સુધીનો વજન લોડ કરી શકાય છે.

કંપનીએ જણાવ્યું હતું કે આ કારને ચલાવવા માટે બે લાયસન્સની જરૂર રહેશે. આ એક એવી કાર છે જે હવામાં પણ ઉડી શકે છે, આ માટે કાર મલિકની પાસે ડ્રાઇવિંગ લાયસન્સની સાથે સાથે ફ્લાઈંગ લાયસન્સ પણ જરૂરી છે.

PAL-Vએ ગુજરાત સરકાર સાથે પણ એમઓયુમાં સહી કરી છે. તેવામાં સંભવ છે કે આગામી દિવસોમાં આ કારનું પ્રોડક્શન ભારતમાં પણ થઇ શકે છે. ઘણા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં જે કાર બનશે તે અહીંથી યુરોપિયન દેશોને નિકાસ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 2021 સુધી પ્રોડક્શન શરુ થઇ જશે.

(1:11 pm IST)