મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ : 3 દિવસ પછી યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવારો વચ્ચે આક્ષેપોની આતશબાજી

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. 3  દિવસ પછી યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવારો વચ્ચે આક્ષેપોની આતશબાજી શરૂ થઇ ગઈ છે.

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સત્તાભૂખ્યા ગણાવ્યા હતા.જેઓ છેલ્લા 47 વર્ષથી સત્તા ઉપર ચીટકી રહેવા મરણિયા થયેલા ગણાવ્યા હતા.તેમજ લોકોનું અમેરિકન ડ્રિમ ચકનાચૂર કરી દેશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.
જયારે સામે પક્ષે જો બીડને ટ્રમ્પ વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમણે દેશને જાતિ અને વંશવાદ વચ્ચે વહેંચી નાખ્યો છે.કોરોના સંક્ર્મણ મામલે પગલાં લેવામાં પણ તેઓ નિષ્ફ્ળ ગયા છે.

એક ભય એવો પણ સેવાઈ રહ્યો છે કે પરિણામના દિવસે આંતરિક સંઘર્ષ તથા અથડામણ થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)