મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

કોના સારા દિવસો આવ્યા છે?

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી,તા. ૩૧: સતત મોદી સરકારને અડફેટે લેતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, આ વખતે તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે પીએમ પોતે ૮૪૦૦ કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે પરંતુ ચીનનું નામ લેવાથી પણ ડરી રહ્યા છે, હવે કોના સારા દિવસો આવ્યા છે ?

નોંધનીય છે કે મોદી સરકાર દ્વારા હાલમાં જ ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે બે નવા વિમાનો માટેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જે બિલકુલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે વપરાતા એરફોર્સ વનની જેમ જ એર ઇન્ડિયા વન હશે અને તેનામાં દ્યણી કમાન્ડ અને કંટ્રોલ સુવિધા હોવાની જ સાથે દ્યણા બધા પ્રકારના એટેકથી પણ પીએમ કે રાષ્ટ્રપતિને બચાવી શકાય છે.

આવ બે વિમાનો માટે ઓર્ડર અપાયો હતો, જેનો કુલ ખર્ચો અંદાજિત ૮૪૦૦ કરોડ રૂપિયા જેટલો આવ્યો છે, અ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે એક સમાચારના અહેવાલને ટાંકીને લખ્યું હતું કે ઙ્કભારતના જવાનો ભયંકર ઠંડીમાં પણ અડગ રહીને ચીનના આક્રમણનો મુકાબલો કરી રહ્યા છે, જયારે કે પીએમ મોદી પોતે ૮૪૦૦ કરોડ રૂપિયાના વિમાનમાં બેસીને ફરી રહ્યા છે અને ચીનનું નામ લેવાથી પણ ડરી રહ્યા છે, હવે કહો, કોના સારા દિવસો આવ્યા છે?

નોંધનીય છે કે આ મુદ્દે તેમણે એક સમાચાર અહેવાલને ટેગ કરીને આ વાત કહી હતી. નોંધનીય છે કે આ મુદ્દે તેઓ અગાઉમાં પણ દ્યણાં જ એકિટવ રહીને મોદી સરકારનો વિરોધ કરી ચૂકયા છે અને ચીન સાથેના તણાવના મુદ્દે તેમણે અગાઉ પણ મોદી સરકારની નીતિઓની ગંભીર આલોચનાઓ કરી હતી.

(11:25 am IST)