મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

જેમની સામે એફઆઈઆર નોંધાયેલી છે તેવા કેટલા પોલીસ ઓફિસરો હજુ પણ નોકરીમાં ચાલુ છે ? : સરકારે એફિડેવિટ સાથે કરેલી કબૂલાત મુજબ 1326 પોલીસ ઓફિસરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે : પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટએ રાજ્ય સરકારનો ખુલાસો માંગતા ખુલી પોલ

પંજાબ : પંજાબના એક પોલીસ ઓફિસરને ડિસમિસ કરાતા તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા તથા જણાવ્યું હતું કે અન્ય કેટલાય પોલીસ ઓફિસરો વિરુદ્ધ એફઆઈઆર  નોંધાયેલી છે તેમ છતાં તેઓને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા છે.જયારે મને ડિસમિસ કરાયો છે.

ડિસમિસ થયેલા પોલીસ ઓફિસરના બયાનથી ચોકી ઉઠેલી હાઇકોર્ટએ રાજ્ય સરકાર પાસે વિગત માંગી હતી.કે કેટલા પોલીસ ઓફિસરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી હોવા છતાં હજુ પણ તેઓ નોકરીમાં ચાલુ છે.અને આ ઓફિસરોને હજુ સુધી કેમ રુખસદ આપી નથી.

નામદાર હાઇકોર્ટના આદેશને અનુલક્ષીને રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ કરી જણાવ્યું હતું કે કુલ 1326 પોલીસ ઓફિસરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે.

આ એફિડેવિટના અનુસંધાને નામદાર કોર્ટએ રાજ્ય સરકાર પાસે વિશેષ વિગત માંગી છે જે મુજબ તેમના  ગુનાના પ્રકાર , તેમનો હોદ્દો ,તેમના ઉપરના આરોપો પુરવાર થયા પછી પણ કેટલા પોલીસ ઓફિસરો નોકરીમાં ચાલુ છે ,અથવા તો નોકરીમાં પાછા લેવાયા છે.તેમના વિરુદ્ધ લેવાયેલા પગલાં સહિતની વિગતો માંગી  છે જેની આગામી સુનાવણી 16 નવેમ્બરના રોજ થવાની શક્યતા છે. તેવું  બી એન્ડ બી  દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)