મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

પ્રભુ રામનું નામ અને યોગીનું કામઃ ભાજપનો યુપીમાં ચૂંટણી એજન્ડા

બ્રાન્ડ યોગીના ભરોસે ચૂંટણી જંગ ખેલાશે : ખેડૂતોને આકર્ષવા બુકલેટ : દિલ્હી ખાતેની બેઠકમાં નિર્ણય

લખનૌ, તા. ૩૧ : દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાના નેતૃત્વમાં થયેલ બેઠકમાં યુપીમાં ર૦રર ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાયેલ. જેમાં નકકી થયા મુજબ બ્રાન્ડ યોગીના ભરોસે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

યોગીના શાસનકાળમાં કરાયેલ વિકાસના કામો ઘરે-ઘરે જણાવાશે. ખેડૂતોને આકર્ષવા કિતાબ ફોર્મ્યુલા અપનાવાશે. પ્રદેશ ભાજપે ઇરાદે નેક કામ અનેક શીર્ષક હેઠળ એક બુકલેટ બનાવી છે જેના દ્વારા કામના લેખા-જોખા રજૂ કરાયા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ બુકલેટમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને ધાર દેવાશે. બુકલેટમાં ભગવાન રામ, નરેન્દ્રભાઇ અને યોગીની તસ્વીરો છે. યોગીના કાર્યકાળમાં થયેલ ધાર્મિક આયોજનો, જીલ્લાઓનો વિકાસ વગેરે ભંગે બુકલેટમાં જણાવાયું છે. અયોધ્યામાં રામ મંદિરની સાથે સમગ્ર જીલ્લાના સંપૂર્ણ વિકાસ કાર્ય તથા કાશી વિશ્વનાથ કોરીડોર અંગે પણ જણાવાયું છે.

યુપીમાં ખેડૂતો હંમેશા મોટો મુદ્દો રહ્યા છે. ખેડૂત આંદોલન ખાસ કરીને પશ્ચિમી યુપીના જીલ્લાઓમાં પ્રભાત મુકયો છે. વિપક્ષે પણ આ અંગે સરકાર ઉપર નિશાન સાધ્યુ છે. જે માટે સરકાર ખેડૂતો માટે કરાયેલ કાર્યનો અહેવાલ રજુ કરશે. જેમાં ખેડૂત સમ્માન નિધી ૩ લાખ યુવાઓને નોકરી ૪.રપ લાખ યુવાઓની સરકારી  ભરતી ૮ર લાખ એમએસએમઇ એકમોની સ્થાપના વગેરે સામેલ છે.

સપા અધ્યક્ષ અખીલેશ યાદવે ભાજપની જત આર્શીવાદ યાત્રા અંગે જણાવેલ કે તેઓ ગામ-ગામ જઇને આર્શીવાદ લેશે. જેણે લોકોના શ્વાસ છીનવ્યા પણ ઓકસીજન ન આપ્યો. મોંઘા સીલીન્ડરથી ચુલા ઓલવી દીધા, મોંધી વિજળીથી ઘરોમાં અંધારા કર્યા, ખેડૂત, મજુર, મહિલા શિક્ષક, યુવા, દલીત, પછાત બધાનું ઉત્પીડન કર્યુ. કામ-રોજગાર દીધા નહીં, રોજી-રોટી છીનવી લીધી.

(1:01 pm IST)