મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

આ માણસને જોઈએ છે સરકારી નોકરીવાળી કન્યાઃ પોસ્ટર બહાર પાડયું: લોકોએ કહ્યું-ઉલ્ટી ગંગા બહા રહા હૈ

એક છોકરો બજારની વચ્ચે પોસ્ટર લઈને ઊભો છે અને પોતાના માટે સરકારી નોકરીવાળી કન્યા શોધી રહ્યો છેઃ ખાસ વાત એ છે કે તે તેના બદલે દહેજ આપવા પણ તૈયાર છેઃ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૩૧: આજના સમયમાં સરકારી નોકરી મેળવવી એ ભગવાનને મળવાથી ઓછું નથી. છોકરા-છોકરીઓ વર્ષો સુધી મહેનત કરે છે, અભ્યાસમાં દિવસ-રાત એક કરે છે, તો જ તેમને ક્યાંક સરકારી નોકરી મળે છે. તમે આવા ઘણા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે કે જ્યારે એક અથવા બે પોસ્ટ માટે જગ્યા ખાલી થાય છે, ત્યારે તેના માટે પણ હજારો છોકરા-છોકરીઓ અરજી કરે છે. ખરેખર લોકો સરકારી નોકરીઓને સુરક્ષિત માને છે. ગમે તેટલી મંદી આવે પણ તેમની નોકરી જતી નથી. આ જ કારણ છે કે મોટા ભાગના લોકો પોતાની દીકરીઓના લગ્ન માટે સરકારી નોકરીવાળા છોકરાઓ શોધતા હોય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો સરકારી નોકરીવાળી દુલ્હન શોધતો જોવા મળી રહ્યો છે.

ખાસ વાત એ છે કે સરકારી નોકરીવાળી કન્યાના બદલામાં છોકરો પોતે દહેજ આપવા તૈયાર હોય છે, જ્યારે સામાન્ય રીતે એવું બને છે કે છોકરીવાળા છોકરાને દહેજ આપે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો ભીડવાળા બજારમાં પોસ્ટર લઈને ઉભો છે, જેના પર લખ્યું છે કે, 'અમને લગ્ન માટે સરકારી નોકરીવાળી છોકરી જોઈએ છે'. હું દહેજ આપીશ'. લોકો ત્યાંથી આવતા-જતા હોય છે અને તેના અનોખા પોસ્ટરને જોઈને હસે છે. છોકરાએ પણ લાંબા સમય સુધી પોતાનું હાસ્ય રોકી રાખ્યું હતું, પણ આખરે તે પણ હસવા લાગ્યો હતો. આ પોસ્ટર એવું હતું કે જેને જોઈને કોઈનું પણ હસવાનું બંધ ના થાય.

આ અનોખા પોસ્ટર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રુજ્ઞ્ત્ત્ર્ીશ્રષ્ટંર્ૃીશ્રરુજ્ઞ્ં૭૮ંં નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં ૯.૫ મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે ૬ લાખ ૫૦ હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા પછી લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, 'આ ઉલ્ટી ગંગા વહી રહી છે. લાગે છે કે સુનામી લાવશે', તો બીજા યુઝરે લખ્યું છે કે, 'ફકત દહેજથી નહીં ચાલે. તેના ઘરે ગયા બાદ તેના પરિવારના સભ્યોએ ભોજન અને નાસ્તો તૈયાર કરવાનો રહેશે. બાળકોને ઉછેરવા પડશે, સાસુ-નણંદના ટોણા સાંભળવા પડશે.

(3:37 pm IST)