મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

તુર્કીમાં 7.0 તીવ્રતાનો ભયાનક ભૂકંપ: ગ્રીસના દ્વીપો ઉપર પણ ભૂકંપના આંચકા અનુભવાયા

તુર્કીના એજિયન સમુદ્ર તટ પાસે પશ્ચિમી ઇઝમીર પ્રાંતથી 17 કિલોમિટર દૂર શક્તિશાળી ભૂકંપ

તુર્કીના એજિયન સમુદ્ર તટ પાસે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.યુએસ જિયૉલૉજિકલ સર્વે મુજબ પશ્ચિમી ઇઝમીર પ્રાંતથી 17 કિલોમિટર દૂર 7.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.હાલ આ ભૂકંપમાં કોઈ જાનહાનિની પુષ્ટિ નથી થઈ પરંતુ તસવીરોમાં જોઈ શકાયું છે કે ઇઝમીર શહેરમાં એક ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે.

1999માં ઇઝમીરમાં આવેલા એક ભૂકંપમાં 17 હજાર લોકોનું મૃત્યુ થયું હતું.આ ભૂકંપ ગ્રીસના ક્રેટ દ્વીપ પર પણ અનુભવાયો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકો ધ્વસ્ત થયેલી ઇમારતોમાં ફસાયેલા લોકોને શોધતા જોઈ શકાય છે, જોકે આ વીડિયોની પુષ્ટિ નથી થઈ શકી.

(6:49 pm IST)