મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

વિદેશી વિદ્યાર્થીઓએ ભણવાનું પુરૂ થતા છોડવું પડશે અમેરિકાઃ ભારતીય છાત્રોને મોટી અસર થશે

અમેરિકી સાંસદમાં ફરી ફેરનેસ ફોર હાઇ સ્કીલ્ડ અમેરિકન વિધેયક રજ

વોશીંગ્ટન તા. ૩૦: અમેરિકી સાંસદોના એક સમુહની પ્રતિનિધી સભામાં ફરી ફેરનેસ ફોર હાઇ સ્કીલ્ડ અમેરીકન વિધેયક રજુ કરાયેલ. જો આ વિધેયક પારીત થઇ જાય તો ભણવાનું પુરૂ કરી વિદેશી છાત્રો અમેરિકામાં નહિં રોકાઇ શકે.

આ વિધેયકથી મોટી સંખ્યામાં એ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવીત થવાની આશંકા છે. જે ભણ્યા પછી કામ માટે અમેરિકામાં સ્થાયી થઇ જાય  છે. વિધેયક પસાર થવા પર વૈકલ્પીક અભ્યાસ પ્રશીક્ષણ (ઓપ્ટ) માટે આવ્રજન અને રાષ્ટ્રીયતા અધિનિયમમાં સંશોધન કરી શકાશે. વિધેયક રજુ કરનાર એક સાંસદ પોલ ગોસરનું કહેવું છે કે ઓપ્ટ એ ૧ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ભણ્યા બાદ ૩ વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની અનુમતી આપી એચ-૧ બી નિયમને દરકિનાર કર્યો છે.

(1:02 pm IST)