મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

મણિપુરમાં ભારે વરસાદના કારણે ભુસ્ખલન થતા ટેરિટોરિયલ આર્મીના ૭ જવાનો સહિત અનેકનો ભોગ લેવાયોઃ ૪૫થી વધુ કાટમાળમાં દબાઇ જતા ઇજા

રેલ્વે લાઇનના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાઇ

મણિપુર: મણિપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા સામાન્ય લોકોની સાથે સાથે ટેરિટોરિયલ આર્મીના 50થી વધુ જવાન તેની ઝપટમાં આવી ગયા છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી સાત સેનાના જવાનના મોત થવાના સમાચાર છે.

આ ઘટના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે ઘટી હતી. અત્યાર સુધી સાત લોકોના શબ મળ્યા છે જ્યારે 45થી વધારે લોકો કાટમાળમાં દબાયેલા છે. રેલ્વે અનુસાર અત્યાર સુધી 19 લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. મોટા પાયે ભૂસ્ખલન થતા ઇજેઇ નદીને નુકસાન થયુ હતુ જેને કારણે એક જળાશય બની ગયુ છે જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ શકે છે.

નોનીના ડેપ્યુટી કમિશનર દ્વારા એક એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ટુપુલ યાર્ડ રેલ્વે નિર્માણ શિબિરમાં દૂર્ભાગ્યપૂર્ણ ભૂસ્ખલનને કારણે 50થી વધુ લોકો અંદર દબાઇ ગયા છે જ્યારે બે લોકોના શબ મળ્યા છે. ઇજેઇ નદીનો પ્રવાહ પણ ભૂસ્ખલન થતા પ્રભાવિત થયો છે.

રેલ્વે લાઇનના નિર્માણ દરમિયાન દૂર્ઘટના ઘટી

જાણકારી અનુસાર જિરીબામને ઇમ્ફાલ સાથે જોડવા માટે એક રેલ્વે લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હતુ જેની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. અહી ભૂસ્ખલન થયુ હતુ જેમાં કેટલાક જવાન દબાઇ ગયા હતા. ગુરૂવાર સવારે સેના, આસામ રાઇફલ્સ, મણિપુર પોલીસ તરફથી મોટા પાયે રેસક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

(4:52 pm IST)