મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

પરમીટ વગર હજયાત્રા કરનારને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારશે સાઉદી અરબ

સાઉદી સરકારે જાહેર કર્યુ ઓફીશ્‍યલ સ્‍ટેટમેન્‍ટ

નવી દિલ્‍હી, તા.૩૦: પરમીટર વગર હજયાત્રા કરનારાઓને સાઉદી અરબ ૨૬૬૬ ડોલર એટલે કે લગભગ ૨ લાખ ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે આ બાબતે સાઉદી અરબ સરકારે એક ઓફીશ્‍યલ સ્‍ટેટમેન્‍ટ જાહેર કર્યુ છે.

સ્‍ટેટમેન્‍ટ અનુસાર, સાઉદી અરબના જન સુરક્ષા વિભાગના પ્રવકતા મોહમ્‍મદ-અલ-શુવાએરેખ દ્વારા જણાવાયુ છે કે કોઇપણ વ્‍યકિત જો પરમીટ વગર હજ યાત્રા કરતા પકડાશે તો તેને ૧૦૦૦૦ રિયાલનો દંડ કરવામાં આવશે. હજયાત્રા કરવા ઇચ્‍છુક લોકોએ સંબંધિત અધિકારીઓ પાસેથી પરમીટ મેળવવી જરૂરી છે.

શુવાએરેખે બધા નાગરીકોને કહ્યું છે કે તેઓ હજ માટે બહાર પડાયેલ બધા આદેશોનું કડક પાલન કરે. કોઇ પણ પ્રકારના ઉલ્લંઘનથી બચવા માટે મક્કા અને બધા ધાર્મિક સ્‍થળોએ મોટી સંખ્‍યામાં સુરક્ષાદળો તહેનાત રહેશે.

સાઉદી અરેબીયાએ આ પહેલા જણાવ્‍યુ હતુ કે આ વર્ષે વિશ્‍વભરમાંથી ૧૦ લાખ લોકોને હજયાત્રાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ર્ષોથી કોરોનાના કારણે ફકત સાઉદી અરેબીયાના નાગરિકો જ હજયાત્રા કરી શકતા હતા.

(9:54 am IST)