મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

મહારાષ્ટ્ર સંકટ વચ્ચે મહારાષ્ટ્રનાં કોંગ્રેસ અધ્યષ નાના પાટોલે શિ વસેનાને ખુલ્લુ ચેલેન્જ ફેકયુ ! : કહ્યુ - ''જો શિ વસેના ગઠબંધન તોડવા માંગતી હોય તો કોંગ્રેસને વાંધો નથી''

નાના પટોલે ભાજપ પર નિ શાન સાધતા કહ્રયુ - ''ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ફિ રાકમાં, અમે ભાજપની જેમ નથી અમે છેલ્લે સુધી શિ વસેનાની સાથે છીએ''

મુંબઈ તા.૨૯ : મહારાષ્ટ્ર સંકટ વચ્ચે શિવસેના કોંગ્રેસ સાથે છોડો ફાડવો કે નહીં તેને લઈ અવઢવમાં છે. તેમા તેમને ઇસારો કરતા કોંગ્રેસનાં મહારાષ્ટ્રનાં અધ્યષ નાના પાટોલે નિ વેદન આપ્યુ હતુ કે, ''જો શિ વસેના ગઠબંધનમાથી બહાર નીકળી જવા માંગતી હોય તો કોંગ્રેસને કંઈ વાંધો નથી.'' તેમજ તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્રયુ - ''અમે ભાજપની જેમ નથી. ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં ફિ રાકમાં છે. પરંતુ અમે છેલ્લે સુધી શિ વસેનાની સાથે છીએ.''

 

આવતીકાલે થનારા ફ્લોર ટેસ્ટ પહેલા મુંબઈમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠક મળી હતી અને તેમા આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે જો શિવસેના પોતાના પરિવારને બચાવવા માટે કોંગ્રેસ અને એનસીપીથી અલગ થવા માંગે છે, તો અમને કોઈ સમસ્યા નથી. જરૂર પડશે તો અમે પણ વિપક્ષમાં બેસવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે ભાજપની જેમ શિવસેના સાથે મિત્રતા કરી નથી. અમે છેલ્લે સુધી શિવસેના સાથે છીએ.

ભાજપ પર નિશાન સાધતા નાના પટોલેએ આરોપ લગાવ્યો કે, ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ફિરાકમાં છે. તેમનો અર્થ સત્તા છે, લોકો દ્વારા નહીં, પરંતુ સત્તા દ્વારા. "ફ્લોર ટેસ્ટને ધ્યાનમાં રાખીને, અમે અમારા તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા જણાવ્યું છે. અમે અમારી લડાઈ કાયદેસર રીતે લડીશું. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળશે.

(10:48 pm IST)