મુખ્ય સમાચાર
News of Saturday, 30th April 2022

IGNOU B.Ed એડમિટ કાર્ડ 2022 : IGNOU B.Ed પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું : અહીં ક્લિક કરીને જાણો એડમિટ કાર્ડ મેળવવાની લિન્ક

B.Ed પરીક્ષા 8 મે, 2022 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે

નવી દિલ્હી : IGNOU B.Ed એડમિટ કાર્ડ 2022: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ IGNOU B.Ed એડમિટ કાર્ડ 2022 બહાર પાડ્યું છે. જે ઉમેદવારો B.Ed પરીક્ષા આપવાના છે તેઓ IGNOU ની સત્તાવાર સાઈટ ignou.ac.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

B.Ed પરીક્ષા 8 મે, 2022 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. ઉમેદવારોએ સવારે 9.15 વાગ્યે કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. નિર્ધારિત સમય કરતા મોડા પહોંચનાર ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમજ એડમિટ કાર્ડ વિના સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

એડમિટ કાર્ડ આવી રીતે ડાઉનલોડ કરવું:
1. સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ignou.ac.in પર જાઓ.
2. હોમ પેજ પર આપેલ IGNOU BEd એડમિટ કાર્ડ 2022 લિંક પર ક્લિક કરો.
3. લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4. એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
5. એડમિટ કાર્ડ તપાસો અને ડાઉનલોડ કરો.

પરિક્ષાર્થી OMR શીટમાં જવાબોને લખવા માટે વાદળી/કાળી બોલ પોઈન્ટ પેનનો ઉપયોગ કરી શકશે. પરીક્ષા હોલની અંદર સેલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સખત પ્રતિબંધિત છે.

(5:24 pm IST)