મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

સરકારનો મોટો નિર્ણય:ડુંગળીની નિકાસ બાદબિયારણની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ

સરકાર એક લાખ ટન બફર સ્ટોક કરવા સાથે અલગ અલગ પગલા ઉઠાવશે

નવી દિલ્હી :ભારત સરકારે ગૂરૂવારે ડુંગળીના બિયારણની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલી એક નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, આ પ્રતિબંધ તાત્કાલિક લાગૂ કરવામાં આવે.

 દેશમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી છે. વિપક્ષીઓ પાર્ટીઓ પણ ડુંગળીના ભાવને લઈને સતત સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે

   કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ હતું કે, ડુંગળીના વધતા જતા ભાવોથી જનતાને રાહત આપવા માટે સરકાર એક લાખ ટન બફર સ્ટોક કરવાની સાથે સાથે અલગ અલગ પગલા ઉઠાવી રહી છે. તોમરે વધુમાં કહ્યુ હતું કે, ડુંગળીના વધતા ભાવો પર સરકારે ધ્યાને દોર્યુ છે. અમે સમય પહેલા જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાથી આવકનો રસ્તો પણ ખુલ્લો થશે.

(8:02 pm IST)