મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

પાક.ને ભારત વિરોધી દિન મનાવવા માટે મંજુરી ન મળી

પાકિસ્તાન ફરી ઊંધા માથે પછડાયું : પાકિસ્તાન કલમ ૩૭૦ના ખાત્મા પર મુસ્લિમ દેશોનું પણ સમર્થન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે

ઈસ્લામાબાદ, તા. ૨૯ : પાકિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદથી મુસ્લિમ દેશોના બળ પર કૂદી રહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાન શિયા અને સુન્ની બંને જૂથોને કાશ્મીરના મુદ્દા પર મોટો ઝટકો લાગ્યો છે. સાઉદી અરબ અને ઇરાને પોતાના દેશમાં આવેલ પાકિસ્તાની દૂતાવાસોને ૨૭મી ઑક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરના ભારતમાં મર્જરના દિવસ પર કાળો દિવસ મનાવાની મંજૂરી આપી નથી. સાઉદી અરબ અને ઇરાને પોતાના પાછલા વલણથી પાછળ હટ્યા બાદ પશ્ચિમ એશિયામાંથી પાકિસ્તાનને મોટી નિરાશા હાથ લાગી છે.

મીડિયા રિપોર્ટના મતે કેસ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ઇરાનમાં પાકિસ્તાની દૂતાવાસે તહેરાન યુનિવર્ટિીમાં કાળો દિવસ મનાવવા માટે એક કાર્યક્રમ કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. પાકિસ્તાનના પગલાં પર ઇરાને આશ્ચર્યજનક રીતે ઇસ્લામાબાદને મંજૂરી આપવાની ના પાડી દીધી. ત્યારબાદ પાકિસ્તાની દૂતાવાસને માત્ર એક ઓનલાઇન સેમિનાર માટે મજબૂર થવુ પડયું. ઇરાનના ઝાટકાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પાકિસ્તાન કલમ ૩૭૦ના ખાત્મા પર મુસ્લિમ દેશોનું પણ સમર્થન પ્રાપ્ત કરવામાં અસફળ સાબિત થઇ રહ્યું છે. એટલું નહીં પાકિસ્તાનના સાઉદી અરબની રાજધાની રિયાદમાં કાર્યક્રમ આયોજીત કરવાને મંજૂરી મળી નથી. નિષ્ણાતોનું માનવું છે કે પ્રભાવશાળી મુસ્લિમ દેશો સાઉદી અરબ અને ઇરાનથી પાકિસ્તાનને મળેલો ઝાટકો વિસ્તારમાં બદલાતા સમીકરણને દર્શાવે છે.

જો કે કયારેક સાઉદીના પૈસા પર ઉછરતા પાકિસ્તાને હવે તુર્કીને પોતાનો 'આકાલ્લ બનાવી લીધો છે. એટલું નહીં વિદેશ મંત્રીએ પાછલા દિવસોમાં તુર્કીની સાથે મળીને સાઉદી અરબથી અલગ એક ઇસ્લામિક જૂથ બનાવાની ચેતવણી આપી હતી. તેનું પરિણામ આવ્યું કે સાઉદી અરબ અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોમાં તણાવ વધી ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગાન પશ્ચિમ એશિયામાં પોતાના પ્રભાવ વધારવા માટે ૫૦૦ વર્ષ પહેલાંના ઓટોમન સામ્રાજયના તર્જ પર દેશને લઇ જવામાં લાગ્યા છે.

(7:46 pm IST)