મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

શરદ પવારે સાધ્યું નિશાન : રાજ્યપાલ કોશ્યારીની 'કોફી ટેબલ બુક' પર કટાક્ષ પત્ર: પૂછ્યા અનેક પ્રશ્નો

પત્રમાં રાજ્યપાલની તસવીરોથી લઈને તમામ ઘટનાઓ સુધીની દરેક બાબતો પર પ્રશ્નો પૂછયા

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને તેમની 'કોફી ટેબલ બુક' ની નકલ બદલ આભાર માન્યો હતો. આ પુસ્તક પર રાજભવન રાજ્યના અગ્રણી લોકો પાસેથી તેમના અભિપ્રાયો માંગ્યા હતા. પવારે પોતાનો અભિપ્રાય રાજ્યપાલને એક પત્રના રૂપમાં મોકલ્યો હતો. આ પત્રમાં રાજ્યપાલની તસવીરોથી લઈને તમામ ઘટનાઓ સુધીની દરેક બાબતો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેમણે ફરીથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર નિશાન સાધ્યું છે

આ કેસ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એક વર્ષના કાર્યકાળ પર પ્રકાશિત 'કોફી ટેબલ બુક' વિશે છે. રાજ્યપાલના એક વર્ષના કાર્યકાળ પર આધારિત કોફી ટેબલ બુક 'જનરાજ્યપાલ' નામથી પ્રકાશિત કરવામાં આવી છે. આ માટે રાજભવન ખાતે ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પુસ્તક રાજ્યભરના અગ્રણી લોકોને મોકલાવીને તેમના અભિપ્રાયો માંગવામાં આવ્યા હતા.

વ્યંગ્યથી ભરેલા પત્રમાં શરદ પવારે કહ્યું કે, પુસ્તકના શીર્ષકમાં 'જનરાજપાલ' શબ્દનો ઉપયોગ બંધારણીય નથી. તેમણે લખ્યું કે, હું ઇમાનદારીથી રાજ્ય સરકારનો આભાર માનું છું. મને આવા મને આવા શીર્ષકની સુંદર પ્રિન્ટવાળી એક પ્રસિદ્ધ કોફી ટેબલ બુક મોકલવામાં આવી છે. જે અમારા એક વર્ષના મર્યાદિત અવધિને પ્રકાશિત કરે છે. ભલે વાસ્તવિકતામાં 'જનરાજપાલ' શબ્દનો ભારતીય જન બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.

(11:07 am IST)