મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

ગંદકીના લીધે ઇમ્યુનિટી વધતા દેશમાં કોરોના ઓછો ફેલાયો

સીએસઆઇઆરના અભ્યાસમાં અમેરિકા-યુરોપ કરતા મૃત્યુદર ઓછો હોવાનું શ્રેય ચોખ્ખાઇના અભાવને અપાયું

નવી દિલ્હી,તા. ૨૯: કોરોના વાયરસ બીમારીનો સૌથી વધુ પ્રકોપ અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળ્યો છે. ભારતમાં અમેરિકા સહિત અન્ય દેશોની તુલનામાં કોરોનાથી થયેલાં મોતનો આંક ઓછો છે. હવે તેના પાછળનું કારણ જાણવા મળ્યું છે. સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ય (સીએસઆઈઆર)એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ગંદગી અને ઓછી ગુણવત્ત્।ાવાળું પાણી પીવાથીજેદેશોમાં ચોખ્ખાઇનો અભાવ છે ત્યાં સેગપ્રતિકારેક શકિત વધારે હોવાથી કોવિડ-૧૯થી મોતનો ખતરો અન્ય પ્રમાણમાં ચોખ્ખા દેશોની સરખામણીએ ઓછો છે. આ સ્ટડી રિપોર્ટ એવા સમયે આવ્યો છે જયારે હજુ તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગંદો દેશ ગણાવ્યો હતો.

એક રિસર્યથી જાણવા મળ્યું છે કે જે દેશોમાં ગંદકી ઉપરાંત પીવાનું પાણી પણ ચોખ્ખું નથી હોતું ત્યાં કોવિડ-૧૯થી મોતનો આંકડો એ અમીર દેશોથી ઓછો છે. જયાં સ્વચ્છતાના ઉચ્ચ માપદંડ જળવાય છે.

સ્ટડીમાં કહેવાયું છે કે ગંદગીમાં રહેવાની આદતના કારશે ભારત અન્ય દેશોની તુલનામાં કોરોના સામે સારી રીતે લડી રહ્યું છે. રોજબરોજની જિંદગીમાં રોગજનક જીવાણુઓના સંપર્કમાં આવનાર લોકોને બાદમાં એલર્જીથી થતીબીમારીથીબચીને રહે છે. આ થિયરીને હાઈજીન હાઈપોથિસિસ કહેવામાં આવે છે.

સીએસઆઈઓઆરના ડાયરેકટર જનરલ ડો.શેખર માંડે કહે છે કે વરતી, સ્વચ્છતામાં સુધાર અને ઓટો ઈમ્યૂન બીમારી હકારાત્મક રીતથી કોવિડ- ૧૯થી થનાર મોતથી સંલગ્ન છે. પુણેના નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ અને ચેન્નાઈના મેથેમેટિકલ ઈન્સ્ટિટ્યૂટે ૨૫થી

૩૦ માપદંડો પર ૧૦૬ દેશોમાં પ્રતિ ૧૦ લાખલોકોપરથયેલાંમોતોનું ઓકડાકીય વિશ્લેષણ કર્યું છે. આ માપદંડોમાં પાણી અને સાફ-સફાઈ જેવા માપદંડો સામેલ છે. આ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે જે દેશમાં પાણી સ્વચ્છતા ખરાબ છે, ત્યાં પ્રતિ ૧૦ લાખ લોકો પર કોવિડ-૧૯થી થયેલા મોતનો આંક ઓછો છે.

ગંદકીથી કોરોના વાયરસમાં બચાવનું ઉદાહરણ બિહાર

વિજ્ઞાનીઓ કહે છે કે પુઅર હાઇજિનના કારણે રોગ પ્રતિકારક શકિત વધારે હોવાથી કોરોનાના તમામ સંભવિત જોખમો છતાં ઓછા પ્રસાર અને ઓછા મૃત્યુનું સૌથી સચોટ ઉદાહરણ બિહાર રાજયનું છે. અહીં બહુ મોટી સંખ્યામાં લોકોને પીવાનું પૂરતું અને ચોખ્ખું પાણી મળતું નથી. પરતુ અહીં કોરોનાના કારણે મોતનો દર ૦.૪% જ રહ્યો છે. જયારે રાષ્ટ્રીય સરેરાશ ૧.૫% છે. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં વિકસીત ગણાતાં રાજયોમાં મૃત્યુદર ૨% કે તેથી વધારે રહ્યો છે.

 

(11:03 am IST)