મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

દેશમાં કુલ કેસ ૮૦,૪૦,૨૦૩: કુલ મૃત્યુઆંક ૧,૨૦,૫૨૭

૨૪ કલાકમાં ૪૯૮૮૧ નવા કેસઃ ૫૧૭ના મોતઃ ૭૩,૧૫,૯૮૯એ કોરોના સામેનો જંગ જીત્યોઃ એકટીવ કેસ ૬,૦૩,૬૮૭: વિશ્વસ્તરે કોરોનાના ૪,૪૭,૭૨,૮૪૫: મૃત્યુઆંક ૧૧,૭૯,૨૨૪: એકટીવ કેસ ૧,૦૮,૬૬,૪૯૨

નવી દિલ્હી, તા.૨૯: ભારતમાં ભલે કોરોના સંક્રમણનું જોર થોડું ધીમું પડ્યું હોય પરંતુ ૨૪ કલાકમાં નોંધાતા કેસ ૫૦ હજારની આસપાસ રહે છે. વિશેષ બાબત એ છે કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા ૮૦ લાખના આંકડાને પાર કરી ગઈ છે, જયારે મૃત્યુઆંક ૧.૨૦ લાખથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯,૮૮૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૦,૪૦,૨૦૩ થઈ ગઈ છે.

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૩ લાખ ૧૫ હજાર ૯૮૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૬,૦૩,૬૮૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૦,૫૨૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૮ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૬૫,૬૩,૪૪૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૦,૭૫,૭૬૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૮મી ઓકટોબરે કોરોના વાયરસના ૯૮૦ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૧૦૭ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૬ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંક ૧,૭૦,૦૫૩ એ પહોંચી ગયો છે. વિશ્વની વાત કરીએ તો કુલ કેસ ૪,૪૭,૭૨,૮૪૫ થયા છે. કુલ મૃત્યુઆંક ૧૧,૭૯,૨૨૪, થયો છે. એકટીવ કેસ ૧,૦૮,૬૬,૪૯૨ છે. અમેરિકામાં ૯૧,૨૦,૭૫૧ કેસ અને ૨,૩૩,૧૩૦ મોત થયા છે. ૨૯,૫૪,૪૦૯ એકટીવ કેસ છે.

ભારતમાં કોરોના ઉડતી નજરેઃ ૨૪ કલાકમાં

નવા કેસઃ ૪૯,૮૧૧

નવા મૃત્યુઃ ૫૧૭

સાજા થયાઃ ૫૬,૪૮૦

પોઝિટિવિટી રેઈટઃ ૪.૬૩%

કુલ કોરોના કેસઃ ૮૦,૪૦,૨૦૩

એકિટવ કેસઃ ૬,૦૩,૬૮૭

કુલ સાજા થયાઃ ૭૩,૧૫,૯૮૯

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૨૦,૫૨૭

૨૪ કલાકમાં ટેસ્ટઃ ૧૦,૭૫,૭૬૦

કુલ કોરોના ટેસ્ટઃ ૧૦,૬૫,૬૩,૪૪૦

 વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો સતત અમેરિકામાં જ નોંધાય છેઃ ફ્રાન્સમાં પણ કેસો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યાઃ ત્રીજા નંબરે

અમેરીકાઃ ૮૧,૫૮૧ કેસ

ભારત     ૪૯,૮૮૧ કેસ

ફ્રાન્સ       ૩૬,૪૩૭ કેસ

બ્રાઝીલ    ૨૮,૮૫૨ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ  ૯૧,૨૦,૭૫૧

ભારત      ૮૦,૪૦,૨૦૩

બ્રાઝીલ    ૫૪,૬૯,૭૫૫

(2:45 pm IST)