મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

બિહારની શરમજનક ઘટના

બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યુ દુષ્કર્મઃ પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા

સીતામઢી, તા.૨૯: બિહારના સીતામઢી જિલ્લામાં ત્રણ શિક્ષકોએ ખૂબજ ધ્રૂણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. બે વિદ્યાર્થિનીઓને કેદ કરીને તેની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જયારે વિદ્યાર્થિનીઓની શોધમાં પોલીસ નીકળી ત્યારે ગભરાયેલા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને છોડી દીધી હતી. ત્યારબાદ ઘરે પહોંચેલી વિદ્યાર્થિનીઓએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી. આ અંગે પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા છે જયારે ત્રીજો શિક્ષક ફરાર થયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરસંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વિદ્યાર્થિનીઓ ૨૧ ઓકટોબરથી ગાયબ હતી. બંને વિદ્યાર્થિનીઓ પિતરાઈ બહેનો હતી. બંને એક સાથે ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના હોશ ઉડી ગયા હતા. આ અંગે પરિવારજનોએ સુરસંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ વચ્ચે અચાનક બંને બહેનો ઘરે પહોંચી

ફરિયાદના આધારે સુરસંડ પોલીસની ટીમે બંને વિદ્યાર્થિનીઓની શોધખોળ કરવાનું ચાલું કર્યું હતું. ત્યારે અચાનક બંને બહેનો ઘરે પહોંચી હતી. અને પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી.

પીડિત પિતરાઈ બહેનોએ ઘરે પહોંચીને પોતાની સાથે થયેલી ક્રૂર દ્યટના અંગે જણાવ્યું હતું. ત્યારે આ સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તેમણે કહ્યું કે તેમના શિક્ષક તેમને લલચાવી ફોસલાવીને તેમની સાથે લઈ ગયા હતા. અને એક સુમસામ સ્થળ ઉપર સ્થિત એક દ્યરમાં કેદ કરી દીધી હતી.

ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી બે પિતરાઈ બહેનો ઉપર આચર્યુ દુષ્કર્મ

બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ જાણીને પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

વિદ્યાર્થિનીઓએ દુષ્કર્મની જાણકારી આપ્યા બાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે પીડિત વિદ્યાર્થિનીઓએ આપેલા નિવેદનના આધારે ચાંદપટ્ટી ગામ સ્થિત ઉર્દૂ મખતબ મધ્ય વિદ્યાલયના પ્રધાનાધ્યાપક શંકર પાસવાન, રાજકીય પ્રાથમિક વિદ્યાલય જવાહીના પ્રધાનાધ્યાપક રવિન્દ્ર રામ અને ખાનગી શિક્ષક ચંદન કુમાર ફરિયાદ નોંધી હતી. અને પોલીસે લોકોની મદદથી શંકર પાસવાન અને રવેન્દ્ર રામની ધરપકડ કરી હતી. જયારં ચંદન કુમાર ફરાર થયો હતો.

(10:27 am IST)