મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

દિલ્હી કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ઝપેટમાં એક જ દિવસમાં 5,673 કેસ નોંધાયા : ફફડાટ

દિલ્હીમાં કોરોનાના સંક્રમણના નવા કેસનો આવેલો સૌથી મોટો આંકડો

 

નવી દિલ્હી : તહેવારોની સીઝનનો પ્રારંભ થયો ત્યારે દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજધાની દિલ્હી કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ઝપેટમાં આવી ગઈ હોય તેમ મનાય છે.આજે દિલ્હીમાં એક દિવસમાં સંક્રમણના 5673 કેસ નોંધાયા છે એક દિવસ પહેલા નીતિ આયોગના સભ્ય વી કે પાલે જણાવ્યું હતું કે દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યા છે.

દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઈથી ઘટવા લાગ્યા હતા. એક સમયે એક્ટિવ કેસની સંખ્યા દસ હજારની નીચે પહોંચી ગઈ હતી. તેના પછી કોરોનાના ચેપની બીજી લહેરનો પ્રારંભ થયો. મહિનાના પ્રારંભમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલો દાવો કર્યો હતો કે લાગે છે કે દિલ્હી કોરોનાની બીજી લહેર પસાર કરી ચૂક્યુ છે. પણ છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યામાં ઝડપતી વધારો થઈ રહ્યો છે. હજી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ હાલના આંકડાના સંકેત જોતા લાગે છે કે દિલ્હીમાં કોરોનાના ચેપની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી અચાનક કોરોનાના કેસમાં  તેજી આવી છે. આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના 5,673 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા મંગળવારે 4,853 કેસ આવ્યા હતા અને તેના પહેલા સોમવારે 2,832 કેસ આવ્યા હતા. અત્યાર સુધીમાં કોઈ એક દિવસમાં કોરોનાના સંક્રમણના નવા કેસનો આવેલો સૌથી મોટો આંકડો છે. સાથે દિલ્હીમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા 3.7 લાખને પાર થઈ ગઈ છે.

(12:41 am IST)