મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

NIC આરોગ્ય સેતુ કોણે તૈયારી કરી એ જાણતું નથી

કોરોના પર અંકુશ માટે એપ બનાવાઈ હતી : એનઆઈસી, આઈટી મંત્રાલય દ્વારા એપ તૈયાર કરાઈ હોવાની નોંધ આરટીઆઈમાં બન્નેએ જાણ ન હોવાનું કહ્યું

નવી દિલ્હી,તા.૨૮ : કોરોના મહામારી અને તેના ફેલાતા સંક્રમણ પર અંકુશ મેળવવાના હેતુસર કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમ પર કામ કરતી આરોગ્ય સેતૂ એપના ઉપયોગ પર કેન્દ્ર સરકારે ભારે જોર આપ્યુ હતું. હવે આ એપના ડેવલેપમેન્ટને લઇને વિવાદ ઉભો થયો છે. કારણ કે તેની વેબસાઉટ પર દર્શાવવામાં આવ્યું હતું કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને આઇટી મંત્રાલય દ્વારા એપ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ એપને લઇને એક આરટીઆઇમાં બંને સ્પષ્ટતા આપી રહ્યા છે કે, આ વિશે તેમની પાસે કોઇ માહિતી નથી કે કરોડો લોકોએ ઉપયોગમાં લીધેલી આરોગ્ય સેતૂ એપ કોણે તૈયાર કરી હતી.

            આ મુદ્દે કેન્દ્રીય સૂચના આયોગે મંગળવારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર પાસેથી જવાબ માંગ્યો હતો કે, આરોગ્ય સેતૂ વેબસાઇટ પર ડેવલેપર્સમાં તેમના નામ છે તો આ વિશે તેમની પાસે કોઇ જાણકારી કેમ નથી. સૂચના આયોગે આ મુદ્દે ઘણા ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારીઓ (સીપીઆઈઓએસ) સહિત નેશનલ ઇ-ગલર્નસ ડિવીઝન, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તથા એનઆઇસીને કારણ બતાવો નોટિસ ફાળવી છે. નોટિસમાં સ્પષ્ટતા માંગી હતી કે તેમણે કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઇને કરાયેલી આરટીઆઇમાં જવાબ કેમ આપ્યો નથી.  જોકે એનઆઈસી વારંવાર કહી રહ્યુ હતું કે એપ ડેવલેપમેન્ટ સાથે સંકળાયેલી ફાઇલ કેન્દ્ર પાસે નથી.

(12:00 am IST)