મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

યુ..એસ.માં હિન્દૂ અમેરિકન ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે વર્ચ્યુઅલ ડિબેટ યોજાઈ : પ્રેસિડન્ટ તરીકે કઈ પાર્ટીના ઉમેદવાર કોમ્યુનિટી માટે વધુ ઉપયોગી ? : સ્થાનિક પ્રશ્નો ,ફોરેન પોલિસી ,તથા સમગ્ર બાબતો વિષે પેનલ ડિસ્કશન કરાયું : ડેમોક્રેટ પાર્ટી વતી 3 તથા રિપબ્લિક પાર્ટી વતી 3 પ્રતિનિધિઓએ મંતવ્યો વ્યક્ત કર્યા

વોશિંગટન : યુ.એસ.માં સૌપ્રથમ વખત હિન્દૂ અમેરિકન ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે 18 ઓક્ટોબરના રોજ  વર્ચ્યુઅલ ડિબેટનું આયોજન કરાયું હતું.જેમાં પ્રેસિડન્ટ તરીકે કઈ પાર્ટીના ઉમેદવાર કોમ્યુનિટી માટે વધુ ઉપયોગી થઇ શકે તેમ છે તે વિષય ઉપર પેનલ ડિસ્કશન કરાયું હતું. જે અંતર્ગત સ્થાનિક પ્રશ્નો ,ફોરેન પોલિસી ,તથા સમગ્ર બાબતો વિષે ચર્ચાઓ થઇ હતી.જેમાં ડેમોક્રેટ પાર્ટી વતી 3 તથા રિપબ્લિક પાર્ટી વતી 3 પ્રતિનિધિઓએ મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
ડીબેટમાં પ્રેસિડન્ટ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પને યોગ્ય ગણાવતા 3 પ્રતિનિધિઓ હતા.જેમાં શ્રી જય કંસારા ,સુશ્રી સુલેખા રેડ્ડી ,તથા શ્રી ઉત્સવ ચક્રવર્તીનો સમાવેશ થતો હતો.જયારે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર  જો બિડનને પ્રેસિડન્ટ તરીકે યોગ્ય ગણાવતા પેનલ મેમ્બર્સમાં શ્રી નિશ આચાર્ય ,શ્રી તુષાર ધાયાંગુડે ,તથા સુશ્રી નિકી શાહ નો સમાવેશ થતો હતો.

રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિઓએ ટ્રમ્પના ભારત સાથેના ગાઢ સંબંધોને યાદ કરાવતો પ્રોગ્રામ ' હાઉ ડી મોદી યાદ કરાવ્યો હતો જયારે ડેમોક્રેટ પાર્ટીના પ્રતિનિધિઓએ તેમની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સમાનતા હોવાનું જણાવી પાર્ટીના  પ્રચારમાં ભારતીય અગ્રણીઓને સ્થાન અપાયું હોવાનું જણાવ્યું હતું.
ડિબેટનું સંચાલન સુશ્રી રાખી ઇરાની દ્વારા કરાયું હતું.ડિબેટ હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન ,હિન્દૂ એક્શન પોલિટિકલ કમિટી ,તથા કોલીશન ઓફ હિન્દુઝ ઈન નોર્થ અમેરિકા સહિતના ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા સ્પોન્સર કરાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:23 am IST)