અન્ડર -19 વર્લ્ડકપ:બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં ભારતની એન્ટ્રી :ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં જામશે જંગ
બાંગ્લાદેશને 111 રનમાં ઓલઆઉટ : ભારતે 30.5 ઓવરમાં પાંચ વિકેટે 117 રન બનાવીને મેચ જીતી : રવિ કુમારે ત્રણ જ્યારે વિકી ઓસ્તવાલે બે વિકેટ ઝડપી
મુંબઈ : ગત અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલનો બદલો લેતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટથી જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બાંગ્લાદેશને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી રવિ કુમારે ત્રણ જ્યારે વિકી ઓસ્તવાલે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 30.5 ઓવરમાં પાંચ વિકેટે 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અંગરિષી રઘુવંશીએ 44 રનનું યોગદાન આપ્યું હતું.
કૌશલ તાંબેએ 30.5 ઓવરમાં સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટથી જીત અપાવી હતી. તાંબે 11 અને સુકાની યશ ધુલ 20 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારતે પાંચ વિકેટે જીત નોંધાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.