મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

દેશમાં કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી, સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર:

5 રાજ્યો સાથેની બેઠકમાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, દૈનિક આધાર પર સંક્રમણના કેસોના પોઝીટીવીટી રેટ પર નજર રાખો

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ 5 રાજ્યોના આરોગ્ય પ્રધાનો અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રીઓ સાથેની આ બેઠક કોરોનાના નિવારણ અને વ્યવસ્થાપન અંગે જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં, બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના પ્રતિનિધિઓ સાથે ટેલીમેડિસિન અને કોરોના રસીકરણ કવરેજને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે પાંચ પૂર્વી રાજ્યો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા બે સપ્તાહ દરમિયાન પોઝીટીવીટી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે.

જો કે, તેમ છતાં, હજી પણ સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને અપીલ કરતા કહ્યું કે, દૈનિક આધાર પર સંક્રમણના કેસોના પોઝીટીવીટી રેટ પર નજર રાખો. આ ઉપરાંત, RT-PCR પરીક્ષણ દર વધારવાનો પણ પ્રયાસ કરો કારણ કે મોટાભાગના રાજ્યોમાં ઓછા પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

(1:00 am IST)