મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન સામે બાજી ડ્રો કરતાં સંયુક્ત ચોથું સ્થાન જાળવ્યું

કાર્લસન ૭.૫ પોઈન્ટ સાથે ટોચ પર :વિદિત , સર્જેઈ કાર્જાકિન , એન્ડ્રીય ઈસિપેન્કો અને ફાબિઆનો કારૃના ૬ પોઈન્ટ સાથે સંયુક્તપણે ચોથા સ્થાને

મુંબઈ :  ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન સામેની બાજી ડ્રો કરતાં નેધરલેન્ડમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં સંયુક્તપણે ચોથું સ્થાન જાળવી રાખ્યું હતુ. વિદિત અને કાર્લસન વચ્ચે ૧૧માં રાઉન્ડનો મુકાબલો ખેલાોયો હતો. કાર્લસન ૭.૫ પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે વિદિત , સર્જેઈ કાર્જાકિન , એન્ડ્રીય ઈસિપેન્કો અને ફાબિઆનો કારૃના ૬ પોઈન્ટ સાથે સંયુક્તપણે ચોથા સ્થાને છે.

વિદિતની સાથે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલો ભારતનો યુવા ખેલાડી આર. પ્રજ્ઞાાનંધા અમેરિકાના ખેલાડી ફાબિઆનો કારૃના સામે હારી ગયો હતો. પ્રજ્ઞાાનંધા હાલ અન્ય બે ખેલાડીઓ સાથે સંયુક્તપણે ૧૨ના સ્થાને છે અને તેના પોઈન્ટ્સ ૩.૫ છે.

ટુર્નામેન્ટમાં હવે વધુ બે જ રાઉન્ડ બાકી છે. કાર્લસન પછી બીજા સ્થાને રિચાર્ડ રાપ્પોર્ટ ૭ પોઈન્ટ સાથે છે અને બંને વચ્ચે માત્ર ૦.૫ પોઈન્ટનું જ અંતર છે. જ્યારે મામેડયારોવ અને અનિસ ગિરિ ૬.૫ પોઈન્ટ્સ સાથે સંયુક્તપણે ત્રીજા સ્થાને છે.

(10:46 pm IST)