મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

હોદ્દો અને પગાર ધોરણો નક્કી કરવાનું કામ એક્ઝિક્યુટિવનું છે ન્યાયતંત્રનું નહીં : આવા કાર્યોમાં વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે જે અદાલતો માટે મુશ્કેલ હોઈ શકે છે : 2001ની સાલમાં નિવૃત્ત થયેલા કર્મચારીને 2008 ની સાલના નિયમો મુજબ પેનશન આપવાના મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે અમાન્ય ગણ્યો

ન્યુદિલ્હી : હોદ્દો અને પગાર ધોરણો નક્કી કરવાનું કામ એક્ઝિક્યુટિવનું છે  ન્યાયતંત્રનું નહીં , કારણકે આવા કાર્યોમાં વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે જે અદાલતો માટે મુશ્કેલ હોઈ શકે છે.તેવી ટકોર સાથે 2001ની સાલમાં નિવૃત્ત નિવૃત્ત થયેલા કર્મચારીને 2008 ની સાલના નિયમો મુજબ પેનશન આપવાના મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે અમાન્ય ગણ્યો હતો.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને બેલા એમ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે એ પણ નોંધ્યું હતું કે કલમ 227 હેઠળની સત્તાનો હેતુ માત્ર અને માત્ર યોગ્ય કેસોમાં જ કરવાનો છે, અને માત્ર ભૂલો સુધારવા માટે નહીં.

મધ્યપ્રદેશ હાઇકોર્ટે નિવૃત્ત કર્મચારી (પ્રતિવાદી) ને ભારતીય વન સેવા હેઠળના અન્ય અધિકારીઓની સમકક્ષ પેન્શન તરીકે ₹40,000 નો લાભ મેળવવાની મંજૂરી આપી હતી. જે 2008ની સાલના નિયમોમુજબ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (પીસીસીએફ)ની વર્તમાન પોસ્ટના અપગ્રેડેશન માટે નક્કી કરવામાં આવેલ.
 

કેસની હકીકતો મુજબ, પ્રતિવાદી ડિસેમ્બર 2001માં નિવૃત્ત થયો હતો અને એપ્રિલ 2011માં તેણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે તેનું પેન્શન ₹37,750થી વધારીને ₹40,000 કરવામાં આવે. આ રજૂઆતને કેન્દ્ર દ્વારા ફગાવી દેવામાં આવી હતી. 2013માં એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આ રજૂઆતને ફગાવી દીધી હતી.બાદમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે પેંશનરની માંગણી માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો.જેના અનુસંધાને સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા નામદાર કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:00 pm IST)