મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

એસસીઓમાં કાશી વર્ષ માટે સાંસ્કૃતિક-પર્યટન રાજધાની

શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનમાં સ્થાન : આ માટે તમામ વિભાગોના સમન્વયથી ૧૦૦ પેજમાં બનારસનો ડોજિયર (બાયોડેટા) તૈયાર કરવામાં આવશે

નવી દિલ્હી , તા.૨૯ : શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓ)માં ભારત તરફથી કાશી એક વર્ષ માટે સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનશે. આ માટે તમામ વિભાગોના સમન્વયથી ૧૦૦ પેજમાં બનારસનો ડોજિયર (બાયોડેટા) તૈયાર કરવામાં આવશે. તેમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારા આયોજન, પ્રમુખ સ્થળ, ખાણી-પીણી સહિતની અન્ય વસ્તુઓનો પ્રમુખતાથી ઉલ્લેખ કરવામાં આવશે.  સ્માર્ટ સિટી આ સમગ્ર અભિયાનની નોડલ એજન્સી હશે. આ સમગ્ર તૈયારીઓ માટે શુક્રવારે વિભાગીય કમિશનર દીપક અગ્રવાલની અધ્યક્ષતામાં તમામ વિભાગોની એક સાથે બેઠક યોજાઈ હતી. હકીકતે શાંઘાઈ સહયોગ સંગઠન તરફથી દર વર્ષે એક દેશના એક શહેરને સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની બનાવવાની જોગવાઈ છે.  તેમાં સપ્ટેમ્બર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી માટે ભારતની પસંદગી થઈ છે. તેમાં સંગઠન સાથે સંકળાયેલા દેશોના પર્યટકો અહીં આવશે અને અહીંની સંસ્કૃતિને જાણશે. વિભાગીય કમિશનર ઓડિટોરીયમ ખાતે યોજાયેલી બેઠકમાં કમિશ્નર દીપક અગ્રવાલે જણાવ્યું કે, કાશીને સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની ઘોષિત કરાવવા માટે સ્માર્ટ સિટી ડોજિયર તૈયાર કરશે. આ માટે પ્રત્યેક વિભાગે સ્માર્ટ સિટી સાથે જાણકારી શેર કરવાની રહેશે. સ્માર્ટ સિટી જે જાણકારીઓ મળે તેને યોગ્ય રીતે ગોઠવીને ડોજિયર તૈયાર કરશે. પર્યટન વિભાગ તરફથી કાશીના પર્યટન સ્થળોની જાણકારી શેર કરવામાં આવશે. કાશીના પ્રમુખ પર્યટન સ્થળો ઉપરાંત પંચક્રોશી પરિક્રમા, પાવન પથના મંદિરોની જાણકારી અને મહત્વપૂર્ણ ફોટો જલ્દી જ સ્માર્ટ સિટીને પહોંચાડી દેવામાં આવશે. એ જ રીતે સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ વિભાગ પણ સમગ્ર વર્ષના આયોજન અને પ્રમુખ હેન્ડીક્રાફ્ટની જાણકારી પૂરી પાડશે. 

દીપક અગ્રવાલના કહેવા પ્રમાણે પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની ઘોષિત થવાના કારણે અહીં પર્યટન ઉપરાંત સંસ્કૃતિ વિકાસની સાથે રોજગારીના અવસર પણ વધશે. અમે તૈયારી કરી રહ્યા છીએ અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં શાસનને સંપૂર્ણ રિપોર્ટ મોકલી દેવામાં આવશે. ડોજિયર નિર્માણનો ઉદ્દેશ્ય શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્રાધ્યક્ષોના આગામી શિખર સંમેલનમાં કાશીને એસસીઓની સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની માટે ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવામાં આવશે. ડોજિયરમાં વર્ષ દરમિયાન કાશીમાં યોજાનારા મહત્વપૂર્ણ તહેવારો, પ્રમુખ મંદિરો, પર્યટન અને સંસ્કૃતિ આયોજનોની જાણકારી હશે. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) આર્થિક, રાજકીય અને સુરક્ષા ગઠબંધન છે. તેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રૂસ, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન સહિત ૮ દેશોનો સમાવેશ થાય છે. ૯ જૂન, ૨૦૧૭ના રોજ ભારત અને પાકિસ્તાને તેની સદસ્યતા લીધી હતી. આતંકવાદ વિરૂદ્ધ આંતરિક સહયોગને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રીય શાંતિ માટે એસસીઓના સદસ્ય દેશો કામ કરે છે. જનસંખ્યાની દૃષ્ટિએ તે વિશ્વનું સૌથી મોટું ક્ષેત્રીય સંગઠન અને સૌથી મોટું ઉપભોક્તાઓવાળું બજાર પણ છે.

(7:42 pm IST)