મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

વિશ્વમાં ચોથા નંબરનું સૌથી શક્‍તિશાળી આપણું સૈન્‍યઃ ત્રીજા નંબરે ચીન

નવી દિલ્‍હીઃ વિશ્વની સૌથી શક્‍તિશાળી સૈન્‍યમાં ભારતીય સૈન્‍ય ચોથા નંબર પર છે, જ્‍યારે તેના પડોશી દેશ ચીન ત્રીજા અને પાકિસ્‍ચાન નવમાં નંબર પર છે. બાંગ્‍લાદેશ મુખ્‍ય ૫૦ દેશોમાં સ્‍થાન બનાવતા ૪૬માં નંબર પર છે. આ રેંકિંગ ગ્‍લોબલ ફાયર પાવર રિપોર્ટ-૨૦૨૨એ જાહેર કર્યો છે. આ રિપોર્ટ ૧૪૦ દેશોની સૈન્‍યની હવા, પાણી અને જમીન પર લડવાની ક્ષમતાઓના આધાર પર બનાવવામાં આવી છે. જો કે, પરમાણુ હથિયારોના મામલામાં ભારત સાતમાં નંબર પર છે અને તેમાં પાકિસ્‍તાન એક નંબર આગળ છે. સૈન્‍યની રેંકિંગમાં તેમની ક્ષમતાઓની સાથે યુદ્ધક ક્ષમતાઓને વધારનાર તેમના સંસાધન, ટેક્રિક, જનશક્‍તિ બજેટ, ભૌગોલિક ક્ષમતાઓ સહિત ૫૦ અને તથ્‍યોને આધાર બનાવવામાં આવ્‍યા છે. તેમાં ભારત અને તથ્‍યોમાં મોખરે છે. દાખલા તરીકે, સૌનિકોની ઉમરના મામલામાં ભારત મુખ્‍ય છે. ત્‍યાં જ રક્ષા બજેટના મામલામાં દુનિયામાં છઠ્ઠા નંબર પર છે અને રક્ષા ખરીદીમાં ત્રીજા નંબર પર આંકવામાં આવ્‍યો છે.
રશિયાના મુકાબલે યૂક્રેન નબળું
રશિયા અને યૂક્રેનમાં તણાવ બનેલ છે. સૌથી મહત્‍વપૂર્ણ બાબત એ છે કે, રશિયાની સૈન્‍ય ક્ષમતાઓના મુકાબલે યૂક્રેનની ક્ષમતાઓ ઘણી ઓછી છે. રશિયાની સૈન્‍ય જ્‍યાં વિશ્વની બીજું સૌથી મોટું સૈન્‍ય છે, ત્‍યાં જ યૂક્રેનનો નંબર ૨૨મો છે. રશિયાની પાસે લગભગ ૮ લાખ સૈનિક છે, ત્‍યાં જ યૂક્રેનની પાસે માત્ર બે લાખ સૈનિક છે. રશિયાની પાસે ૪,૧૭૩ લડાકૂ વિમાન છે તો યૂક્રેનની પાસે માત્ર ૩૧૮ છે. દુનિયાના નવ દેશોની પાસે કુલ ૧૩,૧૮૨ હજાર પરમાણુ હથિયારોનો સ્‍ટોક છે. તેમાં રશિયા સૌથી આગળ છે, ત્‍યાં જ અમેરિકા બીજા નંબર પર છે. ભારત પરમાણુ હથિયારોના મામલામાં સાતમાં નંબર પર છે. પાકિસ્‍તાન છઠ્ઠા નંબર પર છે.


 

(3:43 pm IST)